સેન્સેક્સમાં 232 અને નિફ્ટીમાં 80 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

રિલાયન્સ અને એચડીએફસી બેન્કના કારોબારો સારા રહ્યાં હતા. આઇટી અને ફાર્મા શેરોમાં પણ ખરીદી જોવા મળી મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. પ્રથમ દિવસે કારોબારમાં બીએસઇ સેન્સેક્સ 0.35 ટકાના વધારા સાથે 232.23 પૉઇન્ટ ઉપર રહ્યો હતો, આ સાથે જ બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 65,953.48 પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ નિફ્ટી…

ઓગસ્ટમાં વેજ થાળીના ભાવમાં સરેરાશ 34 ટકા જેટલો તોતિંગ વધારો

ક્રિસિલ દ્વારા ભારતના દરેક ખૂણે એટલે કે દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં થાળીની સરેરાશ કિંમત તેમાં લગતી ઈનપુટ કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છેનવી દિલ્હીદેશભરમાં મોંઘવારીનો માર દરેક તબક્કા અને વર્ગના લોકો સહન કરી રહ્યા છે. શાકભાજી અને ફળોના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગૃહિણીઓના ઘરના બજેટ વેરવિખેર થઈ ગયું છે. એવામાં ઓગસ્ટ મહિનાના એક…

રાજસ્થાન પોલીસની 354 ટીમના દરોડામાં 764 આરોપી ઝડપાયા

764માંથી 179 ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે, 1575 પોલીસ અધિકારીઓ અને જવાનોએ 1462 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યાબીકાનેરરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં 764 ગુનેગારોને દબોચી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના…

ચીનમાં ભાઈ-બહેને 24 લાખના 30 નવા આઈફોન-14 પ્રો પરત કર્યા

કચરા પેટીમાં મોબાઈલ મળતા ભાઈ-બહેને પોલીસને જામ કરતા ડિલિવરી બોય ભૂલથી મોબાઈલ નાખી ગયો હોવાનું જાણવા મળ્યું નવી દિલ્હી ચીનમાં એક ભાઈ-બહેનની જોડીએ ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે. તેમણે લગભગ 24 લાખની કિંમતના30 નવા આઈફોન 14 પ્રો મોબાઈલ મળ્યા બાદ પોલીસને તરત સૂચના આપી હતી. ભાઈ-બહેનની જોડીને પોતાના એપાર્ટમેન્ટની અંદર રહેલા કચરાપેટીમાંથી 30 નવા આઈફોન…

આગરાના પૂર્વ ભાજપ જિલ્લા અધ્યક્ષ મૃત જાહેર કર્યાના અડધા કલાક પછી જીવિત થયા

મહેશ બધેલને પગમાં ઇન્ફેક્શ આવતા હોસ્પિટલમાં ખેસડાયા બાદ વેન્ટિલેટર પર મૂકાયા પછી મૃત જાહેર કરાયા હતા આગરા એક કહેવત છે ને કે, જેના જીવનમાં જ્યાં સુધી આ દુનિયામાં જીવવાનું લખેલું છે ત્યાં સુધી તે આ જગતમાં જીવિત રહેશે. આગ્રાના પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ મહેશ બઘેલ સાથે આવો જ ચમત્કાર થયો છે. આગ્રાના પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ…

બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારો યુટ્યુબર પુંડુચેરીથી ઝડપાયો

હજુ એ જાણવાનું બાકી છે કે ધરપકડ કરાયેલો યુવક જતીન પ્રજાપતિ (19)એ શા માટે કોલ કર્યા હતા મુંબઈ  શુક્રવારે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા કોલ કરવા બદલ પુડુચેરીમાંથી એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. ફોન કરનારે પોતાને ફક્ત ‘પરીખ’ તરીકે ઓળખાવ્યો હતો, તેણે બપોરે 3.30થી 9 વાગ્યાની વચ્ચે બંને એરપોર્ટને ઉડાવી દેવાની…

BAI એ BWF વર્લ્ડ જુનિયરની જાહેરાત કરી

ચેમ્પિયનશિપ 2023 ટીમ; આયુષ શેટ્ટી અને ઉન્નતિ હુડા ટુકડીનું નેતૃત્વ કરશે ટ્રાયલ પછી ટીમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું; ચેમ્પિયનશિપ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે નવી દિલ્હી આયુષ શેટ્ટી અને ઉન્નતિ હુડ્ડા ભારતીય પડકારનું નેતૃત્વ કરશે કારણ કે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) એ આગામી BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સ 2023 માટે સોળ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત…

રાજ્યમાં સિઝનનો 79.83 ટકા વરસાદ, કચ્છમાં સૌથી વધુ 135.80 ટકા

સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ અમદાવાદ  ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની જબરદસ્ત એન્ટ્રી થઈ હતી. વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા હતાં અને જળાશયોમાં નવા નીર આવ્યા હતાં. ત્યારે કેટલાક દિવસથી શાંત થયેલા મેઘરાજા હવે ફરીવાર પધારવાની તૈયારીમાં છે….

હરિયાણામાં બૂલડોઝર કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી નૂહ હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી…

ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર હાર્દિક ત્રીજો ભારતીય બોલર

હાર્દિક પંડ્યાએ આ મામલે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો બાર્બાડોસ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાનું બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં હાર્દિકે 18 બોલમાં 24…

ભારત વિરૂધ્ધ બોલશે તેનો જીવ લઈ લઈશુઃ કૈલાશ વિજયવર્ગીય

વિજયવર્ગીય મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ માટે રતલામ ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા રતલામ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની જીભ લપસી ગઈ હતી. તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું. તેમણે મધ્યપ્રદેશના રતલામમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે જે પણ ભારત માતાની જય બોલશે તે અમારો ભાઈ છે. અમે તેના માટે જીવ પણ આપી…

પૂંછમાં એલઓસી નજીક સૈન્યએ બે આતંકીને ઠાર કર્યા

સવારે ભારતીય સૈન્ય અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવાઈ જમ્મુ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી નજીક સૈન્યએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન બે આતંકીઓને ઠાર મરાયા હતા. એક સંરક્ષણ અધિકારીએ આ  માહિતી આપી હતી.  સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે કહ્યું કે પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા છે….

અંતરિક્ષમાં 8400 ટન કચરો, પૃથ્વી પર તબાહીની શક્યતા

અંતરિક્ષમાં કચરો મોટાભાગે 18 હજારથી લઈને 28 હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે નવી દિલ્હી કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે…

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે ગુજરાત રાજ્યની અંડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે ગુજરાત રાજ્યની અંડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ટુર્નામેન્ટનું આયોજન ચેસ ન્યુ અમદાવાદ જીલ્લા દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે 5.8.2023 થી 6.8.2023 સુધી ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના દ્વારા કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: ઓપન: છોકરીઓ: 1) સમર્થ શ્રીની વોરિયર – 6.5 pt. 1) રૂહાની રાજ અસુદાની – 6 પીટી….

લાલિગા પ્રસારણ દરમિયાન ક્લબને વધુ અને વધુ સારી ઑડિયોવિઝ્યુઅલ કન્ટેન્ટ ઑફર કરવા માટે પ્રોત્સાહિત કરે છે

નવી સિસ્ટમ LALIGA EA સ્પોર્ટ્સ ક્લબને પ્રસારણ સામગ્રીના સુધારણામાં તેમના યોગદાનના આધારે આવક વધારવાની મંજૂરી આપશે. ફર્સ્ટ ડિવિઝન બોર્ડમાં પ્રચંડ બહુમતીએ ચાહકો માટે મેચનો અનુભવ વધારવાના હેતુથી નવી પ્રોત્સાહન પ્રણાલીને મંજૂરી આપી મુંબઈ શુક્રવાર, 4 ઑગસ્ટના રોજ લાલિગા ક્લબ એકત્ર થઈ અને ફર્સ્ટ ડિવિઝન બોર્ડે ‘પ્રેક્ષકોની ઓળખ’ માપદંડમાં સમાવવા માટે વધારાના પરિમાણ માટે (તરફેણમાં 18…

નૂંહમાં કર્ફ્યુમાં ચાર કલાકની મુક્તિ,એટીએમ કોલવા મંજૂરી

વહીવટીતંત્ર દ્વારા બજાર ખુલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી નૂંહ નૂંહમાં ઉપદ્રવીઓના તાંડવ બાદ ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે પરંતુ હજું પણ નૂંહમાં કર્ફ્યૂ યથાવત છે. કર્ફ્યૂથી લોકોને રાહત આપવા માટે તંત્રએ 4 કલાકની છૂટ આપી છે. વહીવટી તંત્રએ 8 ઓગષ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. જિલ્લાની તમામ શાકમાર્કેટ સવારે 6:00 વાગ્યાથી ખોલવામાં…

સતત બીજી ટી20માં હારથી સંજૂ સેમસનને નિવૃત્તી લેવાની ફેન્સની સલાહ

પ્રથમ બે ટી20 મેચમાં ન તો ઈશાન ચાલી રહ્યો છે, ન તો શુભમન ગિલ, પરંતુ સોશ્યલ મીડિયા સૌથી વધુ ચર્ચામાં રહેનારા સંજૂ સેમસને ખૂબ નિરાશ કર્યા બોર્બાડોસ ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામે 2 ટેસ્ટ મેચ, 3 વનડે મેચ અને 5 ટી20 મેચોની સિરીઝ રમવાની…

ઓડિશાના શખ્સે મૃત મિત્ર સાથે વાત કરવા સ્મસાનમાં ઘર બનાવ્યું

પદ્મનાભના મિત્ર પ્રતાપ કુમાર સિંહ ઉર્ફે મુનાનું વર્ષ 1992માં અવસાન થયું હતું સાલેપુર ઓડિશાના સાલેપુરમાં એક વ્યક્તિ છેલ્લા 31 વર્ષથી તેના મિત્રની રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ પદ્મનાભ સાહુ છે. જો કે પદ્મનાભ સાહુના મિત્ર હયાત નથી. તેણે તેના મિત્રની આત્માને મળવા અને તેની સાથે વાતચીત કરવા માટે સ્મશાનને પોતાનું ઘર બનાવ્યું છે….

મણિપુરમાં મૈતેઈ દ્વારા પણ બીરેનસિંહના રાજીનામાની માગ

બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો, મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ઈમ્ફાલ મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જોવા…

ઈન્ડિયાના ગઢન છતાં લોકસભામાં એનડીએનો ઘોડો વિનમાં રહેવાનાં સંકેત

રાજસ્થાનમાં એનડીએને 21 હિમાચલમાં 3, કર્ણાટકમાં 20, છત્તિસગઢમાં સાત બેઠક મળે એવી સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ નવી દિલ્હી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રાદેશિક પક્ષો પણ તેમની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમને યોગ્ય ધ્યાન અને જરૂરિયાત મુજબની ભૂમિકા મળી શકે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…