સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર : ઈન્ટરમિડીયેટમાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ

અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 14.05 ટકા પરિણામ અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધી તલાટી દેશમાં 12મા ક્રમાંકે અમદાવાદ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અંગે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અનન્ય પ્રકારનું ઓલ-રિસ્ક ઇન્શ્યોરન્સ સોલ્યુશન આઈએઆર સુપ્રીમ લોન્ચ કર્યુ

·       ઉભરતા જોખમો સામે વ્યવસાયોને સુરક્ષા પૂરી પાડવા માટે 120થી વધુ કવરેજ વિકલ્પો ·       મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં ઉભરતા જોખમોને નાથવા માટે વિશિષ્ટ, ફ્લેક્સિબલ પોલિસી મુંબઈ ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અદ્વિતીય ફ્લેક્સિબિલિટી, વધુ રિસ્ક એસેસમેન્ટ સર્વિસીઝ અને 120થી વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવા કવરેજ વિકલ્પો દ્વારા બિઝનેસ પ્રોટેક્શનને પુનઃવ્યાખ્યાયિત કરતી આધુનિક ઓલ-રિસ્ક…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 (GGOY) ના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. તેજસ દેસવાલે 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 76 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, અને હૈદર અલી 85 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે કેટેગરી રનર-અપ…

ગુલમહોર ગ્રીન્સ ચેમ્પિયન ફેમિલી 2025 ગોલ્ફ ઇવેન્ટ યોજાઈ

અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ – ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે  ચેમ્પિયન ફેમિલી 2025 માં છત્રીસ ગોલ્ફરોએ ભાગ લીધો હતો. નવજોત સિંહ અને એચએસ ભામરાની ટીમે અનુક્રમે 99 અને 93 ગ્રોસ અને કુલ 65 પોઈન્ટ સાથે પ્રથમ કેટેગરીમાં જીત મેળવી હતી. અવતાર અને સુખદેવ સિંહ પાનેસરની ટીમ અનુક્રમે 86 અને 112 ગ્રોસ અને કુલ 63 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહી હતી. દેવજીત અને સુખદેવ સિંહ પાનેસર બીજા કેટેગરીમાં…

ગુજરાતના વિવાન શાહની આંતરરાષ્ટ્રીય ચેસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ, અંડર-13 શ્રેણીમાં વિશ્વ નંબર 1 ક્રમાંક પ્રાપ્ત કર્યો

અમદાવાદ વિવાન વિશાલ શાહે 28 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન સર્બિયાના પોઝારેવાકમાં યોજાયેલી રુડર રાઉન્ડ રોબિન ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય માસ્ટર (IM) નોર્મ પ્રાપ્ત કર્યો. તેણે 80 રેટિંગ પોઈન્ટ મેળવ્યા, આ સાથે તે 2429ના રેટિંગ પર પહોંચ્યો. 1 માર્ચ, 2025ના રોજ પ્રકાશિત થયેલા FIDE રેન્કિંગ મુજબ, તે હવે અંડર-13 શ્રેણીમાં વિશ્વમાં નંબર 1 પર છે….

સોહયુન પાર્કે ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને હરાવીને આઈટીએફ-50નું ટાઈટલ જીત્યું

કોરિયન ખેલાડીએ તેની કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી અમદાવાદ અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઈટીએફ વિમેન્સ-50 ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ફાઈનલનું ટાઈટલ કોરિયાની 12મી ક્રમાંકિત સોહ્યુન પાર્કે સ્પર્ધાનો મોટો અપસેટ કરતા ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને 6-3, 6-0થી આસાનીથી હરાવીને જીત્યું હતું. કોરિયન ખેલાડીનું તેની કારકિર્દીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. સોહયુમ પાર્કે પ્રથમ વખત આઈટીએફ વિમેન્સ 50 ટાઈટલ…

રોડિયોનોવા અને સોહયુન પાર્ક વચ્ચે આજે સિંગલ્સની ફાઇનલ, ડબલ્સમાં જાપાનની જોડી જીતી

ITF ટેનિસ: વિમેન્સ ડબલ્સમાં અકિકો અને યામાઝાકી ચેમ્પિયન બની અમદાવાદ એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંત ભાગમાં આવી ચૂકી છે. વિમેન્સ સિંગલ્સમાં રવિવારે પ્રથમ ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એરિના રોડિઓનોવા તથા કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્ક વચ્ચે ફાઈનલ મુકાબલા રમાશે. વિમેન્સ ડબલ્સમાં જાપાનીઝ જોડીએ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ સેમિફાઈનલમાં રોડિઓનોવાએ આઠમી ક્રમાંકિત મારિયા ટેક્સેવાને કોઈ…

ગુજરાતની વૈદેહી આઈટીએફ ટેનિસ સિંગલ્સની સેમિફાઈનલમાં, ડબલ્સમાં અંકિતા અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં

ACTF ખાતે આજે ૧૧:૩૦ વાગ્યે ડબલ્સનો ફાઇનલ મુકાબલો રમાશે અમદાવાદ એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને વિદેશી ખેલાડીઓની આગેકૂચ વચ્ચે ગુજરાતની તથા ભારતની ૧૩મી ક્રમાંકિત વૈદેહી ચૌધરીએ ટાઇટલ માટેની આશા જીવંત રાખી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્કે એક્ટરિના રેનેગોલ્ડને ૬-૪, ૬-૨થી, આઠમી ક્રમાંકિત મારિયા…

આઈ. આઈ. ટી. ઈ ખાતે ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદ

ગાંધીનગર આઈ. આઈ. ટી. ઈએ ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું, જેમાં આધુનિક શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓ (IKS) ના એકીકરણની શોધ કરવા માટે જાણીતા વિદ્વાનો અને શિક્ષણવિદોને સાથે લાવ્યા. આ કાર્યક્રમમાં ભારતની 64 યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતા 18 વિવિધ રાજ્યોના 147 વિદ્વાનોએ ભાગ લીધો હતો. સેન્ટર ઓફ રિસર્ચના નિયામક-વિરલ જાદવે,…

એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આહાન સ્ટેમ લેબમાં વિજ્ઞાન મેળો યોજાયો

સાણંદ એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા આહાન સ્ટેમ લેબ, શ્રી એમ. એમ. શારદા વિદ્યામંદિર, સાણંદ, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણીકરવામાં આવી, જેમાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર સંજય ચૌધરી (પ્રોફેસરઅને ડીન, સ્કૂલ ઓફએન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી) અને બિંદવ પંડ્યા (વિજ્ઞાનિ અને એન્જિનિયર, ભારતીયઅંતરિક્ષ સંસ્થા – ઈસરો) માનનીય મહેમાન તરીકે…

હીરામણિ નર્સરી-કે.જી. ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ 193 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના 154 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામોસંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ…

અમદાવાદમાં 29 મેથી અલ્ટીમેટ ટેબલ ટેનિસનો પ્રારંભ થશે

EKA એરેના લીગનું આયોજન કરશે, જેમાં 15 જૂને ગ્રાન્ડ ફિનાલે થશે, આઠ ટીમો ગૌરવ માટે સ્પર્ધા કરશે અમદાવાદ ભારતની પ્રીમિયર ટેબલ ટેનિસ લીગ, અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન સીઝન 6 માટે પરત ફરશે અને અમદાવાદને પહેલી વાર યજમાન બનાવશે. UTTનો વિકાસ ચાલુ રહેતાં, ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર્સનું…

ITF વિમેન્સ ટેનિસ : ભારતની નંબર-વન ખેલાડી અંકિતા રૈનાનાં અભિયાનનો અંત, વિદેશી ખેલાડીઓનો દબદબો

ખેલાડીઓની આગેકૂચ જારી, વૈદેહી ચૌધરી ક્વાર્ટર ફાઈનલમાં, ઓસી.ની રોડિયોનોવા જીતી અમદાવાદ એસીટીએફ ખાતે રમાતી આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિદેશી ખેલાડીઓએ આગેકૂચ જારી રાખી હતી. ભારતની નંબર-૧ સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાના અભિયાનનો અંત આવ્યો હતો પરંતુ ગુજરાતની ખેલાડી વૈદેહી ચૌધરીએ વિજય હાંસલ કરીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ટૂર્નામેન્ટમાં સાતમો ક્રમાંક ધરાવતી અંકિતાનો કોરિયાની સોહ યૂન…

અનંત અંબાણીના વનતારાએ પ્રાણી કલ્યાણમાં સર્વોત્તમ કામગીરી બદલ જીત્યો પ્રતિષ્ઠિત નેશનલ ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ

જામનગર (ગુજરાત) અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત ‘પ્રાણી મિત્ર’ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. આ એવોર્ડ ‘કોર્પોરેટ’ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. હાથીઓના રેસ્ક્યુ, ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વનતારાની સંસ્થા, રાધેક્રિશ્ન ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનની આ એવોર્ડ દ્વારા કદર કરવામાં આવી છે. આ સન્માનને મુખ્ય હકદાર વનતારાનું અત્યાધુનિક…

અંકિતા રૈનાનો W50 ITF ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં વિજય

અમદાવાદ અમદાવાદમાં ACTF કોર્ટ્સ ખાતે W50 ITF ટુર્નામેન્ટમાં બુધવારનો દિવસ ગુજરાતની ખેલાડીઓ માટે મિશ્ર રહ્યો હતો. ભારતની નંબર 1 WTA-ક્રમાંકિત ખેલાડી, અંકિતા રૈના (સીડેડ 7), એ ટુર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત પ્રભાવશાળી જીત સાથે કરી હતી. તેના રાઉન્ડ ઓફ 32 મેચમાં, રૈનાએ જાપાનની ફુના કોઝાકી (WTA 607) ને સીધા સેટમાં 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ…

આઈટીએફ ડબલ્યુ50 વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ઝિલ દેસાઈનો વિજયી પ્રારંભ

અમદાવાદ એસીટીએફ ખાતે રમાઈ રહેલી આઈટીએફ ડબલ્યુ50 વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડમાં અમદાવાદની ઝીલ દેસાઈએ તેના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો અને તેણે 59મિનિટમાં ક્વોલિફાયર સોનલ પાટીલને કોઈ પણ મુશ્કેલી વિના 6-1, 6-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ભારત અને જાપાનની ચાર-ચાર  ખેલાડીઓનો વિજય થયો હતો. જાપાનનીકુનો કોજાકીએ તેના જ દેશની મિચિકા…

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના અધ્યક્ષ તરીકે સીએ નીરવ અગ્રવાલ ચૂંટાયા

અમદાવાદ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન તરીકે સીએ નીરવ અગ્રવાલ વર્ષ 2025-26 માટે ચૂંટાઈ આવ્યા છે. આઇસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં ​​હોદેદારોમાં સેક્રેટરી તરીકે સીએ સમીર ચૌધરી, વાઇસ ચેરમેન તરીકે સીએ રિંકેશ શાહ, ટ્રેઝરર તરીકે સીએ સાહિલ ગાલા, વિકાસા ચેરમેન તરીકે…

ગુજરાતના વેટરન ખેલાડીઓએ 31મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપમા 26 મેડલ જીત્યા

ગાંધીધામ રાજ્યના અનુભવી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં ફેબ્રુઆરી 21 થી 23 દરમ્યાન ઇન્દોર ખાતે વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિ દ્વારા આયોજિત UTT 31મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વિવિધ કેટેગરીમાં કુલ 26 જેટલા મેડલ સાથે પરત ફર્યા હતા. અમદાવાદની વરિષ્ઠ મહિલા ખેલાડી પ્રસુન્ના પારેખે આ ચેમ્પિયનશિપમા મોટી સફળતા હાંસલ કરી હતી કારણ કે તેણે મહિલા સિંગલ્સ 50+ ઇવેન્ટ સહિત ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા જીત્યાં હતા જ્યાં…

MS ધોનીએ સંરક્ષણ અને અન્ય ટેકનોલોજી સોલ્યુશન્સ માટે ગરુડ એરોસ્પેસનું MV 1000 અમરન રોકેટ લોન્ચર ડ્રોન લોન્ચ કર્યું

મુંબઈ ભારતના અગ્રણી ડ્રોન ઉત્પાદક, ગરુડ એરોસ્પેસે, 21 ફેબ્રુઆરી, 2025 ના રોજ મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે તેના સીમાચિહ્નરૂપ કાર્યક્રમ, ગરુડ એસેન્ડ 2025નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીના ભાવિ દ્રષ્ટિકોણનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેના બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર એમએસ ધોનીની હાજરીથી તે શોભી ઉઠ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સંરક્ષણ ક્ષેત્ર માટે…