કામરેજ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૨૩.૬૦ કરોડના ખર્ચે ૫૮ કિ.મી. લંબાઈના ૨૨ રસ્તાઓના રિસર્ફેસિંગને મંજૂરી

Spread the love

કામરેજ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

સુરત

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામરેજ ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની રજૂઆત અને પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં ‘નોન-પ્લાન’ હેઠળના રસ્તાઓના નવીનીકરણ માટે રૂ. ૨૩.૬૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૫૮ કિલોમીટર લંબાઈના નાના-મોટા ૨૨ જેટલા રસ્તાઓનું રિસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા આયોજનમાં અંદાજે રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે ૫ કિ.મી. લાંબો ઉંભેળ-વલણ રોડ (વાયા ખાંધપુર), રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે વેલંજા-શેખપુર રેલવે ક્રોસિંગથી સાયણ સુગર ફેક્ટરી રોડ અને રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે ૩.૮૦ કિ.મી. લાંબો સેવણી-દેલાડ રોડ જેવા મહત્વના માર્ગોના રિસરફેસિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાડવી, કઠોદરા, પરબ, જોળવા, નવી પારડી, અંત્રોલી અને થોરોલી જેવા ગામોને જોડતા ગ્રામ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. નેશનલ હાઈવે-૮ થી ગિરનાર હોટલ અને આંબોલી ગામને જોડતા એપ્રોચ રોડ માટે પણ રૂ. ૧.૦૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ટીમ કામરેજ ભાજપાના સતત પ્રયાસો અને રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમથી આ રસ્તાઓના કામો પૂર્ણ થતા પંથકમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. નાગરિકોની યાતાયાત સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા આ નિર્ણય બદલ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કામરેજની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે.
કામરેજ વિધાનસભા વિસ્તારોમાં આ માર્ગોનું થશે રિસર્ફેસિંગ

  • રૂ. ૬૦ લાખ ખર્ચે ૦.૮૦ કિ.મી. લાંબો NH-8 થી ચોર્યાસી એપ્રોચ રોડ
  • રૂ. ૮૦ લાખના ખર્ચે ૧.૮૦ કિ.મી. લાંબો ઉંભેળ લાડવી રોડ
  • રૂ. ૯૫ લાખના ખર્ચે ૨.૫૦ કિ.મી. લાંબો નાગોદ દેથલી રોડ
  • રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૨.૬૦ કિ.મી. લાંબો વેલંજા, શેખપુરથી રેલવે ક્રોસિંગ સુધી સાયણ સુગર ફેક્ટરી રોડ
  • રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે ૫.૦૦ કિ.મી. લાંબો ઉંભેળ વલણ રોડ વાયા ખાંધપુર રોડ
  • રૂ. ૯૫ લાખના ખર્ચે ૨.૧૫ કિ.મી. લાંબો લાડવી કઠોદરા રોડ
  • રૂ. ૧.૦૫ કરોડના ખર્ચે ૨.૬૦ કિ.મી. લાંબો પરબ જોળવા રોડ
  • રૂ. ૮૦ લાખના ખર્ચે ૧.૫૦ કિ.મી. લાંબો ધોરણપારડી નવીપારડી જોઇનીંગ નવી પારડી લીમોદરા રોડ
  • રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૩.૫૦ કિ.મી. લાંબો ધોરણપારડી નવીપારડી વિદ્યા મંગલ શાળા રોડ
  • રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ૩.૫૦ કિ.મી. લાંબો ચીખલી મોટીફળોદ રોડ
  • રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે ૩.૫૦ કિ.મી. લાંબો ધોરણપારડી અંત્રોલી થોરોલી જોઇનીંગ પાંજરાપોળ રોડ
  • રૂ. ૯૫ લાખના ખર્ચે ૨.૫૦ કિ.મી. લાંબો હલધરુ, આશ્રમશાળા રોડ
  • રૂ. ૭૫ લાખના ખર્ચે ૨.૦૦ કિ.મી. લાંબો કોળીભરથાણાને જોઇ. નનસાડ જોખા મોરથાણા રોડ
  • રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે ૩.૪૦ કિ.મી. લાંબો વાવ ટુ જોઇ. નનસાડ જોખા મોરથાણા રોડ
  • રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે ૩.૪૫ કિ.મી. લાંબો વેલંજા થી જોઇનીંગ કેનાલ રોડ
  • રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ૩.૫૦ કિ.મી. લાંબો વિહાણ ઓરણા રોડ
  • રૂ. ૬૦ લાખના ખર્ચે ૧.૫૦ કિ.મી. લાંબો શેખપુર કારેલી રોડ
  • રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે ૩.૮૦ કિ.મી. લાંબો સેવણી દેલાડ રોડ
  • રૂ. ૮૦ લાખના ખર્ચે ૨.૦૦ કિ.મી. લાંબો સેગવા આસ્તા રોડ
  • રૂ. ૩૫ લાખના ખર્ચે ૦.૮૦ કિ.મી. લાંબો સેવણીથી પી.એચ.સી. એપ્રોચ રોડ
  • રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે ૩.૦૦ કિ.મી. લાંબો માંડવા ઉંભેળ રોડ
  • રૂ. ૧.૦૫ કરોડના ખર્ચે ૨.૬૦ કિ.મી. લાંબો ને.હા.-૮ થી ગિરનાર હોટલથી આંબોલી ગામ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *