વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવી અપસેટ સર્જીને સુરતે મેન્સ ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગાંધીધામ  દેવર્ષ વાઘેલા, અયાઝ મુરાદ અને આયુષ તન્નાની બનેલી સુરતની ટીમે મંગળવારે શાનદાર પ્રદર્શન કરીને વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવીને મેજર અપસેટ સર્જવાની સાથે  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હગો. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.  ચોથા ક્રમની સુરતની ટીમ એક સમયે મોખરાની ક્રમાંકિત અમદાવાદની ટીમ કરતાં પાછળ હતી કેમ કે ચિત્રાક્ષ ભટ્ટે પ્રથમ મેચમાં દેવર્ષને 3-0થી હરાવ્યો હતો. જોકે અયાઝે ત્યાર બાદ મોનીશ દેઢિયા અને આયુષ તન્નાએ અન્ય મેચમાં અભિલાષ રાવલને હરાવીને સુરતને 2-1ની સરસાઈ અપાવી હતી. અમદાવાદના શ્રેષ્ઠ ખેલાડી ચિત્રાક્ષે અયાઝ સામે સંઘર્ષપૂર્ણ રમત દાખવીને અયાઝને હરાવ્યો હતો પરંતુ દેવર્ષે મોનીષ સામેના વિજય સાથે સુરતનો ફાઇનલમાં પ્રવેશ નક્કી કરી નાખ્યો હતો. ફાઇનલમાં તેમનો મુકાબલો વડોદરા સામે થશે. બીજા ક્રમની વડોદરાની ટીમે અન્ય સેમિફાઇનલમાં રાજકોટને 3-1થી હરાવ્યું હતું. વિમેન્સ સેમિફાઇનલમાં મોખરાના ક્રમની સુરતની ટીમે નવસારીને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે બીજા ક્રમની ભાવનગરની ટીમ સામે ટકરાશે. સબ જુનિયર અંડર-15 ગર્લ્સ ફાઇનલ પણ રોમાંચક બની રહે તેવી સંભાવના છે કેમ કે ત્યાં પણ સુરત અને ભાવનગર વચ્ચે મુકાબલો થનારો છે. ટીમ સેમિફાઇનલના પરિણામો. મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2. (ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 13-11,11-8,11-7; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ મોનીશ દેઢિયા 11-9,8-11,13-11,3-11,11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-4,15-13,11-7; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 4-11,11-8,14-12,11-9; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ મોનીષ દેઢિયા 11-6,6-11,11-9,11-4). વડોદરા જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-1. (વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ  ચિંતન ઓઝા 11-4,11-2,11-3; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 9-11,11-9,11-9,11-4; જલય મહેતા જીત્યા વિરુદ્ધ  હેત ઠક્કર 11-9,11-6,11-3; વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ  જયનિલ મહેતા 11-3,11-7,11-5). વિમેન્સઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 12-10,6-11,11-6,11-5; કૌશા ભૈરાપૂરે જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 9-11,11-6,11-6,11-9; નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ  ઝેના છિપીયા 11-2,11-4,11-1; નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરાપૂરે 11-8,9-11,11-3,8-11,11-4; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 4-11,11-3,8-11,11-5,11-6).  સુરત જીત્યા વિરુદ્ધ નવસારી 3-0. (ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-3,8-11,12-10,11-3; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-5,11-4,11-5; આફ્રૈન મુરાદ જીત્યા વિરુદ્ધ જ્હાન્વી પટેલ 11-2,11-5,11-5) સબ જુનિયર (અંડર-15) ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ કચ્છ 3-1  (દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 11-6,8-11,11-3,11-3; અનાઈશા સિંઘવી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-7,11-5,10-12,11-4; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ/અનાઇશા 11-7,11-6,11-1; દાનિય ગોદીલ જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 11-5,11-5,11-0) ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-0 (સચિ દોશી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી – મેચ પડતી મૂકી); ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ કેઓના પટેલ 11-6,11-9,11-4; ચાર્મી અને સચિ જીત્યા વિરુદ્ધ કેઓના અને નિત્યા 11-5,11-6,11-2).

સ્ટેટ ટીટીમાં વર્તમાન ચેમ્પિયન અમદાવાદ અને સુરતને આસાન ડ્રો

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વર્તમાન મેન્સ ટીમ ચેમ્પિયન અમદાવાદ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન સુરતને સેમિફાઇનલ સુધી પ્રવેશવામાં આસાન ડ્રો મળ્યા છે. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન…

કોલંબોમાં ટેનિસ ઈવેન્ટમાં વજ્ર ગોહિલની બેવડી સિદ્ધિ-ડબલ્સ ટાઈટલ જીત્યું, સિગલ્સની ફાઈનલમાં પ્રવેશ

ગુજરાતના અમદાવાદના અલ્ટેવોલ ખાતેના તાલીમાર્થી વજ્ર ગોહિલ અને ફિલિપાઈન્સના મિગુલે ઈગ્લુપાસે શ્રીલંકાના કોલંબો ખાતે આઈટીએફ જે 60 ઈવેન્ટની ડબલ્સનો ખિતાબ જીત્યો હતો અને સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વ્રજ અને મિગુએલની દ્વિતીય ક્રમાંકિત જોડીએ સેટ ડાઉનથી વાપસી કરી હતી અને ફાઇનલમાં યુએસએના વેંકટ ઋષિ બાટલાંકી અને પોલેન્ડના ઝુલિયુઝ સ્ટેનઝિકની પ્રથમ ક્રમાંકિત જોડીને 3-6, 6-4, 10-4થી…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા યોજાઈ

અંડર 14 વયજૂથના 100 થી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં લીધો ભાગ 11 ઓગસ્ટ સુધી અમદાવાદ જિલ્લા કક્ષાની અંડર 14 ,અંડર 17, અંડર 19 ચેસ સ્પર્ધાનું આયોજન અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ આયોજિત શાળાકીય સ્પર્ધાઓ (SGFI)જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા બીબીપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ, જેમાં અંડર 14 વયજૂથનાં યુવક-યુવતીઓ મળીને…

બીજી સ્ટેટ ફિન સ્વિમિંગમાં વડોદરાને સૌથી વધુ 91 મેડલ મળ્યા

અમદાવાદ અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિયેશન ,ગુજરાત  દ્વાર તારીખ 8-5-24 ના રોજ ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગપૂલ અમદાવાદ ખાતે 2nd ગુજરાત સ્ટેટે  ફિન સ્વિમિંગ ચેમ્પિયન શિપ – 2024નું  આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંડર 11 થી લઈને 55 વર્ષની વયથી વધુના ગ્રુપ સુધીના તમામ જિલ્લામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદના 70, વડોદરાના  59,  કચ્છના  20, ગાંધીનગરના…

એચસીજી કેન્સર સેન્ટર દ્વારા કરેજિયસ હાર્ટસ પહેલની જાહેરાત

અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોના સશક્તિકરણ અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન માટે ઈવેન્ટનું આયોજન અમદાવાદ એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ એ સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી, અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોને સશક્તિકરણ કરવા અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત…

આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરમાં યુએસની પ્રિયંકા રાણાની આગેકૂચ

અમદાવાદના નવરંગપુરા સ્રદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ ટેનિસ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચોના પરિણામ. મેચના નીચેના પરિણામ સુધારેલા છે જેની નોંધ લેવી. પરિણામની સીટમાં ભૂલ છે જેની નોંધ લેવી. Boys’ Single  1.Aniketh VENKATARAMAN (IND).   BEAT  Tanishq JADHAV (IND) Score..7-5, 6-0 2.Samarth SAHITA (IND) [2] BEAT Daksh KUKRETI…

જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટમાં વ્રજ ગોહિલને હરાવીને તનિષ્ક જાદવનો અપસેટ

અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટના 13 સપ્ટેમ્બર 2023ના રોજ રમાયેલી મેચોના પરિણામ.

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે ચેસ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન પેલેડિયમ મોલ અમદાવાદના સહયોગથી પેલેડિયમ મોલ અમદાવાદમાં ચેસ ક્લબ ખોલે છે. ચેસની રમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને રમવાની સરળ ઉપલબ્ધતા માટે GSCA દ્વારા આ પહેલ કરવામાં આવી છે. પેલેડિયમ મોલ અમદાવાદે કેફે અલોરાને ટેકો આપ્યો અને જગ્યા આપી જે ચોથા માળે છે જ્યાં દર અઠવાડિયે બુધવાર અને ગુરુવારે ચેસ ક્લબ કાર્યરત…