વિજય બાદ જાડેજાને ભેટીને ધોની મેદાન પર જ રડી પડ્યો

અમદાવાદઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ફાઈનલ મેચમાં કાલે જોરદાર રસાકસી બાદ રવીન્દ્ર જાડેજાએ સીએસકેને અવિશ્વનીય જીત અપાવી હતી. જે બાદ જીતની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી આંખોમાં પણ આંસુઓથી ભરાઈ જશે. આ વીડિયો આઈપીએલના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે.જીત આપવાવી રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો ત્યારે જાડેજાને સુકાની એમએસ ધોનીએ…

રાહુલ-ખડગેની મધ્યસ્થી બાદ ગેહલોત-પાયલોટ સાથે ચૂંટણી લડવા તૈયાર

નવી દિલ્હીરાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત લાવવા કવાયત તેજ કરી છે. જેને લઇને રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સચિન પાયલટ પણ ખડગેને મળવા…

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ

ગાંધીનગરગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ અને ટકાવારીમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે. જો કે ગત વર્ષ કરતા પરિણામમાં અડધો ટકા ઓછુ…

યુપીના બસ્તીમાં કૂતરાને ધમકાવનારા યુવકને લાઠી-ડંડાથી માર માર્યો

લખનૌશું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કૂતરાને ભગાડવાના કારણે મારામારી થઈ શકે છે. બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારના કલવારી બજારમાંથી આ પ્રકારનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે કૂતરાને ધમકાવ્યો તો તેને લાઠી, ડંડાથી માર મારવામાં આવ્યો. યુવક મહામુસીબતે ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ સ્ટેશને પહોંચીને તેણે સમગ્ર બાબત જણાવી. બાદમાં પોલીસ એક્શનમાં આવી…

જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

ટોકિયોજાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ પોતાના મિત્રો સાથે પીએમના સત્તાવાર નિવાસ સ્થાનમાં પાર્ટી કરી હતી અને તેની તસવીરો ખેંચાવી હતી. જેનાથી દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો. એ પછી વડાપ્રધાન…

મેડલ્સ ગંગામાં વહેવડાવવા કુશ્તીબાજો હરિદ્વાર રવાના થયા

નવી દિલ્હીરેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ. આ માટે કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના થયા છે.વિનેશ ફોગટ,…

રૂપાણીને દિલ્હી, નીતિન પટેલને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ

અમદાવાદ2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે….

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક-કાર ટકરાતાં ત્રણનાં મોત

અમદાવાદગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર…

લિકર કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ મનીષ સિસોદિયાના જામીન ફગાવ્યા

નવી દિલ્હીદિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આપે કહ્યું કે આ નિર્ણય સામે મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં જશેદિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ મામલે તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું નથી. તે…

ઝારખંડમાં ઈડીના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 12 સ્થળે દરોડા

રાંચીઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવના ઘર સહિત રાજ્યમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે સવારે જ ઈડીની ટીમે એક સાથે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઝારખંડમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવેલા 12 સ્થળોમાં ધારાસભ્ય પ્રદીપ યાદવ અને ચેશાયર હોમ રોડમાં રહેતા બિલ્ડર શિવકુમારનો પણ…

એર ન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરનો ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એકવાર ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 29 મેના રોજ અમારી ફ્લાઈટ એઆઈ882માં એક મુસાફરે ગેરવર્તન કર્યું હતુ. આરોપી પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમાંથી એક પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ…

સેન્સેક્સમાં 123 અને નિફ્ટીમાં 35 પીન્ટનો ઊછાળો જોવા મળ્યો

મુંબઈમંગળવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈનો 30 શેરવાળો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) 122.75 પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા સાથે 62,969.13 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 35.20 પોઈન્ટ અથવા 0.19 ટકાના વધારા સાથે 18,633.85 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં આટીસીમાં સૌથી વધુ 2.35 ટકાનો વધારો…

મેમોરિયલ ડેની ઉજવણીમાં હોલિવૂડ બીચ પર ગોળીબાર, નવ ઘાયલ

ફ્લોરિડાઆખી દુનિયાને માનવાધિકારો માટે સલાહ આપતુ અમેરિકા પોતાના જ દેશમાં ગન કલ્ચરને રોકી શકવામાં નિષ્ફળ રહ્યુ છે. જાહેર સ્થળોએ ફાયરિંગની વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લોરિડામાં મેમોરિયલ ડેની ઉજવણીના દિવસે હોલીવૂડ બીચ પર ભારે ભીડ હતી અને તે સમયે જ ગોળીબાર થતા નવ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ ટીન એજરનો…

અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા

ફિલાડેલ્ફિયાઅમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. યુએઈના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર જુડ ચાકો નામનો વિદ્યાર્થી મૂળ કેરાલાનો છે. તેના માતા પિતા 30 વર્ષ પહેલા કેરાલા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા.ચાકો ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. નોકરી…

ચીનની ગેરકાયદે ગતિવિધિ રોકવા ભારત સહિત 14 દેશોના સહકાર કરાર

નવી દિલ્હીદુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહેલા ચીનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. એક તરફ ચીને નાના અને નબળા દેશોને દેવાની જાળમાં ફસાવીને ગરીબ કરી દીધા છે. એવામાં, પ્રશાંત મહાસાગર દ્વારા સરહદ અને આર્થિક કોરિડોર સુધી ઘૂસણખોરી વધારીને ગેરકાયદે ગતિવિધિઓ કરવાની ચીનની યોજનાઓ હવે નિષ્ફળ જવાની છે. ચીનની આ ગતિવિધિઓને રોકવા માટે 14 દેશોએ…

દિલ્હીમાં પાર્ટીમાં ઝઘડો થતાં મહિલાએ અન્ય મહિલા પર ચાકૂ હુલાવતાં મોત

નવી દિલ્હીદિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં એક ઘરમાંથી 35 વર્ષીય મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી છે. મૃતક મહિલાની ઓળખ સાલીની રાની તરીકે થઈ છે. મહિલા દિલ્હીના સફદરજંગ વિસ્તારની રહેવાસી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સપના નામની મહિલાએ સવારે 7 વાગે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. સપનાએ…

10 વસ્તુઓ અમે આ અઠવાડિયે લા લિગા સેન્ટેન્ડરમાં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? ગ્રેનાડા CF અને UD લાસ પાલમાસના પ્રમોશનથી લઈને Real Sociedadની ચેમ્પિયન્સ લીગ લાયકાત સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. આ પાછલા અઠવાડિયે LaLiga Santander માં ઘણી નિર્ણાયક મેચો હતી, જ્યારે LaLiga SmartBank સિઝનના અંતિમ મેચ ડેએ પણ ડ્રામા સર્જ્યો હતો અને ગ્રેનાડા CF અને UD લાસ પાલમાસને ટોચના…

કટોકટીની પરિસ્થિતિમાં પહોંચાડવા માટે સર રવિન્દ્ર જાડેજાને અભિનંદન: ઈરફાન પઠાણ

73 સ્પર્ધાત્મક રમતો જોયા પછી, TATA IPL 2023 એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યંત અપેક્ષિત ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની છેલ્લી-ઓવરની રોમાંચક રમત સાથે એક આકર્ષક નોંધ પર પરિણમ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્ષમતાની ભીડની સામે સમિટ અથડામણમાં સિઝનની બે શ્રેષ્ઠ ટીમોએ શિંગડા બાંધ્યા હોવાથી ટાટા IPL મેનિયા મોંમાં પાણી…

લાલીગા ફૂટબોલ સ્કૂલ અને એમટીવી ઈન્ડિયા દ્વારા બેંગ્લોરમાં ફૂટબોલ ફિયેસ્ટાનું સફળતાપૂર્વક આયોજન

એક-દિવસીય ફેસ્ટિવલમાં 400-500 ફૂટબોલ ઉત્સાહીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ફૂટબોલ ટુર્નામેન્ટ, નોલેજ સેન્ટર, એન્ટરટેઈનમેન્ટ ઝોન અને માસ્ટરક્લાસ સત્રો દર્શાવવામાં આવ્યા હતા. બેંગ્લોર MTV ઈન્ડિયા સાથે મળીને લાલિગા ફૂટબોલ સ્કૂલ્સ (LLFS) બેંગ્લોરમાં યુવા ફૂટબોલ ઉત્સાહીઓ માટે એક દિવસીય ફૂટબોલ ફિયેસ્ટાની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. હલાસુરુમાં સાઉથ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ ગ્રાઉન્ડ ખાતે…

રાજકોટમાં આજથી સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

ગર્લ્સ અંડર-19માં ભારતની ચોથા ક્રમની ઓઇશિકી જોઆરદર (પ. બંગાળ) અને વિમેન્સમાં ભારતની 19 ક્રમની રાધાપ્રિયા ગોએલ ઉત્તર પ્રદેશ) આ સિઝનથી ગુજરાતમાં રમશે ગાંધીધામઃ ગુજરાત ટેબલ ટેનિસની 2023-24ની સિઝનનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે જ્યારે અહીં પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સ્પોરન્સર છે અને તે સ્પોર્ટ્સ…