એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, ₹426.70 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાયા; એરફોર્સનાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ₹9.49 કરોડના રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈ પ્રકૃતિ-પર્યટનને પ્રોત્સાહન આપ્યું રાજપીપળા/એકતાનગર: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે શનિવારે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….
