જિયો રજૂ કરે છે ₹200 ઓટીટી પાસ 15 પ્રીમિયમ ઓટીટી, 1000+ લાઇવ ટીવી ચેનલ્સ, 30 જીબી ડેટા અને અનલિમિટેડ 5G 28  દિવસના એક જ પેકમાં ઉપલબ્ધ

ઓલ ઇન વન એન્ટરટેઇનમેન્ટ અને કનેક્ટિવિટી પ્લાન તરીકે ડિઝાઇન કરાયેલો નવો ₹200 ઓટીટી પાસ મહિને ₹1500ની કિંમતના બેનિફિટ્સ આપે છે રિલાયન્સ જિયો દ્વારા આજે એક નવો ₹200નો જિયો ઓટીટી પાસ રજૂ કરવામાં આવ્યો છે – આ એક સિંગલ 28 દિવસનું પેક છે જે 15 પ્રીમિયમ ઓટીટી એપ્સનો એક્સેસ, જિયોટીવી પર 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ, 30 જીબી હાઈ–સ્પીડ ડેટા અને યુઝરના બેઝ પ્લાનની વેલિડિટી દરમિયાન અનલિમિટેડ 5Gની સુવિધા એકસાથે પૂરી પાડે છે. આ નવો પાસ આજથી એટલે કે 27 મે 2026થી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમો પર ઉપલબ્ધ થઈ ગયો છે અને તે એક્ટિવ બેઝ પ્લાન ધરાવતા તમામ જિયો યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એક સ્વતંત્ર મનોરંજન પેકેજ તરીકે રજૂ કરાયેલો આ નવો ₹200નો જિયો ઓટીટી પાસ વીડિયો સ્ટ્રીમિંગ, લાઈવ ટેલિવિઝન અને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીને એક સસ્તા, નિશ્ચિત કિંમતના પેકમાં સાથે લાવે છે – જે ગ્રાહકોને માત્ર ₹200માં દર મહિને આશરે ₹1,500ની કિંમતના લાભો આપે છે. આ પાસમાં સમાવિષ્ટ લાભઃ 15 પ્રીમિયમ ઓટીટી સબસ્ક્રિપ્શન્સ એક જ પેકમાં: ઉપલબ્ધતાઃ નવો ₹200નો જિયો ઓટીટી પાસ 27 મે 2026થી તમામ ટેલિકોમ સર્કલ્સ માટે જિયોના તમામ માધ્યમો – માયજિયો, જિયો.કોમ, રિટેલ પોઈન્ટ્સ ઓફ સેલ (જીટી અને આરઆર) તથા થર્ડ-પાર્ટી રિચાર્જ એપ્સ પર ઉપલબ્ધ છે. આ પાસને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકો પાસે એક એક્ટિવ બેઝ પ્લાન હોવો જરૂરી છે.

ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર; જ્યારે રાજ્યનીજિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,643

કાયદા અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર નવી દિલ્હી અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને આ માહિતી પૂરી પાડી…

રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

પરિમલ નથવાણીના નેતૃત્વમાં આર.આઇ.એલ. ગુજરાતના વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે એપ્રિલ ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) એ ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટીક…