૨૮ દિવસના માસૂમ પુત્રને પિતાની અંતિમ હુંફ અપાવી પત્નીએ કરાવ્યું અંગદાન; અમદાવાદ સિવિલનું ૨૬૪મું અંગદાન

એક જ અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં ત્રીજું અંગદાન, ૧ લીવર અને ૨ કિડનીના દાનથી ત્રણ દર્દીઓને મળશે નવજીવન ૩૨ વર્ષીય બ્રેઈનડેડ યુવાનનાં પત્નીએ પતિને ગુમાવવાના દુઃખ વચ્ચે માનવતાની મિસાલ કાયમ કરી; સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧,૧૪૩ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું કોઈ વ્યક્તિ અંગની રાહ જોતા જીવન ગુમાવે નહીં એ જ અંગદાન અભિયાનનો સાચો ઉદ્દેશ્ય…