ગુજરાતના વેપાર-ઉદ્યોગ જગતનો જમાવડો! GCCIના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન

Spread the love

ગુજરાતભરના ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ એસોસિયેશન્સના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન કરી આવકાર્યા; નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદ:

ગુજરાતના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા અમદાવાદમાં સભ્યોના વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને GCCIના સભ્યો તથા વિવિધ વેપારી-ઔદ્યોગિક સંગઠનોના અગ્રણીઓ સાથે સ્નેહમિલનમાં સહભાગી થયા હતા.

આ વાર્ષિક સ્નેહમિલનમાં GCCIના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ ગુજરાતભરમાંથી આવેલા રિજિયોનલ ચેમ્બર્સ અને વિવિધ એસોસિયેશન્સના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને નૂતન વર્ષના અવસરે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો, GCCIના પ્રમુખ રાજેશ ગાંધી, વરિષ્ઠ ઉપપ્રમુખ જિગીશ દોશી, ઉપપ્રમુખ હિતેષ વસંત અને GCCIના પૂર્વ પ્રમુખ સંદીપ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત GCCIના સેક્રેટરી નવરોઝ તારાપોરે, હિમાંશુ પટેલ, ટ્રેઝરર ધ્રુવીલ પટેલ સહિત સંસ્થાના અન્ય હોદ્દેદારો તેમજ વિવિધ એસોસિયેશન્સના અગ્રણી સભ્યોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

GCCIના આ વાર્ષિક સ્નેહમિલનમાં રાજ્યના વેપાર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ એક મંચ પર આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીનું સન્માન અને નૂતન વર્ષના શુભેચ્છા આદાનપ્રદાન સાથે સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ અને સંવાદનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *