આઈઆઈટીઈમાં ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન

વિદ્યાર્થીઓની ઉત્સાહભરી સહભાગિતા સાથે સંસ્કૃતિ, સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (આઈઆઈટીઈ), ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સંયુક્ત આયોજન અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા અને સંગીતના તાલે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા…