એવીસી મેન્સ કપ 2026 : કઝાકિસ્તાન અને થાઈલેન્ડની જીત, ચાઇનીઝ તાઇપેઈ સામે ભારતની કસોટી

અમદાવાદમાં વોલીબોલનો રોમાંચ યથાવત્; પૂલ-એમાં ભારત ટોચ પર, પૂલ-બીમાં થાઈલેન્ડ અગ્રેસર અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં રવિવારે રમાયેલી મેચોમાં કઝાકિસ્તાન અને થાઈલેન્ડે મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. બીજી તરફ યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપેઈ સામે મેદાનમાં ઉતરશે. પૂલ-એમાં ભારત હાલમાં છ પોઇન્ટ સાથે ટોચના સ્થાને…