ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી રૂ. 53.78 લાખનો દારૂ ઝડપાયો! 19,522 બોટલો સાથે 1 ઝડપાયો, 10 ફરાર

જામનગરમાં 19,522 બોટલો સાથે ત્રણ વાહનો કબજે; એકની ધરપકડ, મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓની શોધખોળ જામનગર: જામનગરમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાર્યવાહી કરી છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉન પર દરોડો પાડીને પોલીસે વિદેશી દારૂની કુલ 19,522 બોટલો સહિત રૂ. 53,78,517ની કિંમતનો…