હીરામણિ પ્રાથમિક શાળામાં ‘કપડાંની બેગ પર પેઈન્ટિંગ’ સ્પર્ધા યોજાઈ
વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા સાથે પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપ્યો, આકર્ષક કૃતિઓથી સૌનું મન મોહી લીધું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે ‘કપડાંની બેગ પર પેઈન્ટિંગ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિનો સુંદર પરિચય કરાવ્યો હતો. રંગબેરંગી કૃતિઓએ આકર્ષણ જમાવ્યું સ્પર્ધા દરમિયાન…
