ખેલ મહાકુંભ-3.0માં રાજ્ય કક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલનું શાનદાર પ્રદર્શન
અમદાવાદ ગુજરાતના ભાવનગર ખાતે તારીખ 26 થી 28 એપ્રિલ 2025 દરમિયાન આયોજિત પ્રતિષ્ઠિત ખેલ મહાકુંભ-3.0 માં રાજ્ય-સ્તરીય સ્વિમિંગ સ્પર્ધામાં અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના ધોરણ 10 ના વિદ્યાર્થી હેતાંશ પટેલ અને ધોરણ નવના વિદ્યાર્થી યક્ષ પટેલે ઉમદા પ્રદર્શન કર્યું છે. અસાધારણ કૌશલ્ય અને ખેલદિલી દર્શાવતા, હેતાંશ પટેલે 50 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે યક્ષ પટેલે 50 મીટર અને 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જ્યારે 200 મીટર બેકસ્ટ્રોક…
