દિવાળીના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો: 8 સ્થળોએ 38 લાખથી વધુ લોકોએ પ્રવાસન માણ્યું

અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યનાં ઐતિહાસિક પ્રવાસન સ્થળો, ધાર્મિક યાત્રાધામો અને આધુનિક પ્રવાસન આકર્ષણો પર દેશ-વિદેશના પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો નોંધાયો છે. દિવાળીના નવ દિવસના તહેવારી સમયગાળા દરમિયાન ગુજરાતનાં આઠ મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લેતાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નવો કીર્તિમાન…