બરોડા બન્યું રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલનું ચેમ્પિયન

જુનાગઢ રનર-અપ અને ગાંધીનગર સેકન્ડ રનર-અપ; અંતિમ મુકાબલામાં જુનાગઢે ગાંધીનગરને 1-0થી હરાવ્યું ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં બરોડાની ટીમે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. સુપર લીગ સ્ટેજમાં બરોડાની ટીમે ગાંધીનગર અને જુનાગઢની ટીમોને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે જુનાગઢની ટીમ રનર-અપ અને ગાંધીનગરની ટીમ સેકન્ડ…

અમદાવાદ અને ગાંધીનગરની ટીમ ફાઇનલમાં, સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જોરદાર મુકાબલા

અમદાવાદે વડોદરાને 5-4થી અને ગાંધીનગરએ રાજકોટને 6-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં મંગળવારે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં અમદાવાદ અને ગાંધીનગરની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને સેમિફાઇનલમાં ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ-વડોદરા વચ્ચે રોમાંચક મુકાબલો પ્રથમ…