ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને સરકારી જમીન વિનામૂલ્યે ફાળવાશે, પાંચ વર્ષ માટે નિયમોમાં ખાસ છૂટછાટ

નવસારી, વાપી સહિત 9 નવરચિત મહાનગરોને મોટી રાહત: મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, પાણી-ગટર વ્યવસ્થા સહિત 11 પ્રકારની જાહેર સુવિધાઓ માટે જમીન મળશે; જમીન ખરીદવાના આર્થિક ભારણમાંથી મુક્તિ મળશે ગાંધીનગર ગુજરાતમાં શહેરી વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓનું માળખું ઊભું કરવા માટે હવે…