કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગના બીજા દિવસે ભારતીય યુવા સ્ટાર કોયલ બારનો રેકોર્ડ બ્રેક દેખાવ
અમદાવાદ 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય વેઇટલિફ્ટર્સે શાનદાર સફળતા અને અનેક રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યા હતા. ભારતની ઉભરતી સ્ટાર કોયલ બારે 53 કિગ્રા વજન વર્ગમાં નવા યુથ વર્લ્ડ રેકોર્ડ અને કોમનવેલ્થ રેકોર્ડ બનાવીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. કોયલ બારે કુલ (192 કિગ્રા) વજન ઊંચક્યું જે ઉત્કૃષ્ટ પ્રદર્શન, યુવા અને જુનિયર વિભાગોમાં ભારતના સિનિયર લિફ્ટર…
