પેરિસમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
યુરોપમાં પ્રથમવાર પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જન્મજયંતીની ઉજવણી, ‘ધ ગુરુ ધેટ ગિવ્સ’ કાર્યક્રમમાં આધ્યાત્મિક જ્ઞાન, સંપ, નિઃસ્વાર્થ પ્રેમ અને ભગવાનની અનુભૂતિનો સંદેશ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુરોપ તથા વિશ્વના વિવિધ દેશોમાંથી હજારો ભક્તો રવિવાર, 13 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંગ્રેજી તારીખ પ્રમાણે 93મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. તેમના જીવન, કાર્ય તથા…
