સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, 11 ઓગસ્ટ સુધી ચાલશે

Spread the love

23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે, માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે

નવી દિલ્હી

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ અંગેની માહિતી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. 

કેન્દ્રીય કાર્યમંત્રીએ વધુમાં લખ્યું કે આ 23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને સત્ર દરમિયાન સંસદના કાયદાકીય અને અન્ય કાર્યોમાં રચનાત્મક યોગદાન આપવા અપીલ કરું છું. આ ચોમાસુ સત્ર નવા સંસદભવનમાં ચાલશે જેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીએ 28 તારીખે કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે. યુસીસી સંસદીય સમિતિને કાયદા સંબંધિત બિલ પણ મોકલી શકે છે. ચોમાસુ સત્રમાં વધુ ઘણા બિલો પસાર થવાની સંભાવના છે. આમાં નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરી શકાય છે.

યુનિફોર્મ સિવિલ કોડ અંગે સાંસદોના અભિપ્રાય જાણવા માટે આગામી 3 જુલાઈએ સંસદીય સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે લો કમિશન, લીગલ અફેર્સ ડિપાર્ટમેન્ટ અને લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ પર સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગવાના મુદ્દે કાયદા પંચ દ્વારા આ ત્રણ વિભાગોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *