નર્સિંગમાં દયા, પ્રેમ અને કરુણા સાથે દર્દીઓની સેવા કરવી જરૂરીઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
૨૩મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ; નર્સિંગ પ્રોફેશનલ્સને જ્ઞાન અને કૌશલ્યમાં સતત વૃદ્ધિ કરવા આહવાન અમદાવાદ: ટ્રેઇન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ની ગુજરાત સ્ટેટ બ્રાંચ દ્વારા આયોજિત ૨૩મી ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે નર્સિંગ પ્રોફેશનલ્સને દયા, પ્રેમ, કરુણા અને માનવતાના અભિગમ સાથે…
