ધીરુભાઈના વતન ચોરવાડમાં જિયોના ઐતિહાસિક લિસ્ટિંગની ઉજવણી, 25 હજારથી વધુ ગ્રામજનોએ સમૂહ ભોજન માણ્યું
પરિમલ નથવાણીએ કહ્યું, ‘જિયો માટે ધીરુભાઈએ જોયેલું સ્વપ્ન અંબાણી પરિવારે અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કર્યું’; લોકડાયરામાં રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા અને હિતેશ અંટાળાએ જમાવ્યો રંગ ચોરવાડ જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુના 21 ટકાથી વધુ પ્રીમિયમ સાથે થયેલા ઐતિહાસિક લિસ્ટિંગની ખુશીમાં ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં ભવ્ય ઉજવણી યોજાઈ હતી. બુધવારે રાત્રે આયોજિત સમૂહ ભોજનમાં 25 હજારથી વધુ…
