ગુજરાતની શાઈની ગોમ્સ ટોક્યો ડેફલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ગાંધીધામ ગુજરાતની ટેલેન્ટેડ ડેફ ખેલાડી શાઈની ગોમ્સની 25માં ડેફલિમ્પિક માટેની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે. આ ડેફલિમ્પિક જાપાનનાં ટોક્યો ખાતે 15 થી 26 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે. આ ડેફલિમ્પિક શાઈની માટે સતત ત્રીજી સિઝન રહેશે. આ અગાઉ તેણે 2017 તુર્કીયે ગેમ્સ અને 2021 બ્રાઝિલ ગેમ્સ (કોવિડને લીધે 2022માં યોજાઈ હતી)માં ટીમની કેપ્ટન તરીકે ભાગ લીધો…
