નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

​સુરતરાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ​મુખ્ય…