ગુજરાત યુથ લીગમાં 60 ક્લબોની રેકોર્ડબ્રેક ભાગીદારી, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 27 મુકાબલા રમાયા

અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં યુવા ફૂટબોલરોનો જંગ જામ્યો; ચેમ્પિયન ટીમોને AIFFની યુથ લીગમાં રમવાની તક મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં યુવા ફૂટબોલરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ હતી. ત્રણેય…