વનતારા દ્વારા કન્ઝર્વેશન મેડિસિન પર વિશેષ પશુચિકિત્સા તાલીમનું આયોજન
દેશભરમાંથી 54 પશુચિકિત્સકો વન્યજીવ આરોગ્ય અને સંરક્ષણને સુદીર્ઘ બનાવવા માટે તાલીમમાં જોડાયા જામનગર (ગુજરાત) અનંત અંબાણી દ્વારા સ્થાપિત ભારતની અગ્રણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશનની પહેલ ‘વનતારા’ દ્વારા આજે ગુજરાતના જામનગરમાં આવેલી પોતાની અત્યાધુનિક ફેસિલિટી ખાતે ‘ઇન્ટ્રોડક્શન ટુ કન્ઝર્વેશન મેડિસિન’ વિષય પર એક વિશેષ પશુચિકિત્સા તાલીમ અભ્યાસક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન સમારંભમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી, આઇએફએસ ડો. વી. ક્લેમેન્ટ બેન; ઉત્તરાખંડ સરકારના પૂર્વ પીસીસીએફ અને સીડબ્લ્યુએલડબ્લ્યુ દિગ્વિજયસિંહ ખાટી; વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વરિષ્ઠ પ્રોફેસર અને વડા ડો. પ્રદીપ કે. મલિક; અને જીઝેડઆરઆરસીના ડાયરેક્ટર ડો. બ્રિજકિશોર ગુપ્તા સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોએ…
