મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી

નવી દિલ્હી મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khürelsükh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્સેત્સેગ બત્મુંખ (Battsetseg Batmunkh) સહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ખુરલસુખનું અક્ષરધામમાં વરિષ્ઠ સંતો દ્વારા ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે…

કોચ માઈકલ ક્લિન્ગર અને પ્રવીણ તામ્બે એ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી

અમદાવાદ  ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ માઈકલ ક્લિન્ગર અને બોલિંગ કોચ પ્રવીણ તામ્બે એ શાંતિગ્રામ ખાતે અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ એકેડમી ખાતે કોચની પ્રથમ મુલાકાત હતી, તેમણે અહીં અમુક કલાક ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોયા અને તેમની સાથે અમુક ચર્ચા પણ કરી હતી. હાલ એકેડમી ખાતે 6 થી 21 વર્ષની વયના 100 જેટલા ખેલાડીઓ અદાણી એકેડમી ખાતે ટ્રેનિંગ હાંસલ કરી…