Admin

મહારાષ્ટ્ર સરકાર અને જિયોબ્લાસ્ટ વચ્ચે ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રે વ્યૂહાત્મક એમઓયુ

યુવા કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઈનોવેશનને મળશે પ્રોત્સાહન; ‘ઈન્ડિયા રાઈઝિંગઃ રોડ ટુ EWC’ ભાગીદારીની પ્રથમ પહેલ બનશે મુંબઈ: ભારતમાં ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવા માટે મહારાષ્ટ્ર સરકાર અને જિયોબ્લાસ્ટ (JioBLAST) વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગેમિંગ, ઈ-સ્પોર્ટ્સ, ડિજિટલ ઈનોવેશન, યુવા જોડાણ, કૌશલ્ય વિકાસ અને…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘ઓન ધ સ્પોટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ’ સ્પર્ધા યોજાઈ

84 વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓમાંથી સર્જી આકર્ષક કૃતિઓ; 12 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર અમદાવાદ: વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વિકસે તેવા હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સહ-શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 84 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નકામી…

રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાનું આહવાન; 1થી 7 જુલાઈ દરમિયાન 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ ગાંધીનગર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાને માત્ર એક સપ્તાહ…

‘મોહનથાળ તો મારો ફેવરિટ છે…’; અમદાવાદમાં આલિયા ભટ્ટે ચાહકોના દિલ જીત્યા સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 01-07-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. ‘મોહનથાળ તો મારો ફેવરિટ છે…’; અમદાવાદમાં આલિયા ભટ્ટે ચાહકોના દિલ જીત્યા, નાનકડી બાળકીએ સરપ્રાઈઝ ભેટ આપી જુલાઈના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ…

‘મોહનથાળ તો મારો ફેવરિટ છે…’; અમદાવાદમાં આલિયા ભટ્ટે ચાહકોના દિલ જીત્યા, નાનકડી બાળકીએ સરપ્રાઈઝ ભેટ આપી

‘આલ્ફા’ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચેલી આલિયા ભટ્ટે ટ્રેલર લોન્ચ કર્યું, બાળકીના હાથે મિઠાઈ ખાઈ અને સરપ્રાઈઝ ગિફ્ટ પણ સ્વીકારી અમદાવાદ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ આલ્ફા’ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. શહેરના એક સિનેપ્લેક્સમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં તેણે ફિલ્મ વિશે વાત કરી, ટ્રેલર રજૂ કર્યું અને ચાહકો સાથે અનેક યાદગાર ક્ષણો માણી….

જુલાઈના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો

MCX પર સોનું રૂ.1,600થી વધુ સસ્તુ, ચાંદીમાં રૂ.5,700 સુધીનો ઘટાડો; આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ નવી દિલ્હી જુલાઈ મહિનાના પ્રથમ જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં રૂ.1,600થી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે ચાંદીના ભાવમાં રૂ.5,700 સુધીનો ઘટાડો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં આવેલી નરમાઈની અસર…

ઓલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં ફરી તેજી

FY27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેચાણ લગભગ બમણું, જૂન મહિનામાં અત્યાર સુધીનું સૌથી મજબૂત માસિક પ્રદર્શન નોંધાયું નવી દિલ્હી: ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારમાં ઓલા ઇલેક્ટ્રિકે ફરી એકવાર મજબૂત વૃદ્ધિના સંકેતો આપ્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ 43,719 વાહનોનું રજિસ્ટ્રેશન નોંધાવ્યું છે, જે અગાઉના નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાની સરખામણીએ લગભગ બમણું છે….

ખારા પાણીમાંથી મળશે સ્વચ્છ અને અખૂટ ઊર્જા!

ફ્યુઝન એનર્જી માટે જરૂરી ટ્રિટિયમ ઇંધણ અલગ કરતી નવી ટેક્નોલોજી પર કેનેડાની બે કંપનીઓનું સંશોધન, ભવિષ્યમાં વીજ ઉત્પાદન ક્ષેત્રમાં આવી શકે મોટો બદલાવ નવી દિલ્હી/ઓટાવા: પ્રદૂષણમુક્ત અને અખૂટ ઊર્જાના સ્ત્રોત તરીકે ગણાતી ફ્યુઝન એનર્જીને વ્યવહારુ બનાવવા માટે વૈજ્ઞાનિકો સતત નવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે. આ દિશામાં કેનેડાની બે કંપનીઓ – નેક્સ્ટ હાઇડ્રોજન અને ફ્યુઝન ફ્યુઅલ…

‘અલ્ફા’ની સ્ટારકાસ્ટની ફી ચર્ચામાં,આલિયા ભટ્ટને સૌથી વધુ 25 કરોડ રૂપિયાની ફી

મીડિયા રિપોર્ટ્સ મુજબ શર્વરીને 3 કરોડ અને બોબી દેઓલ-અનિલ કપૂરને 6-6 કરોડ મળ્યાનો દાવો મુંબઈ: યશરાજ ફિલ્મ્સ (YRF)ની સ્પાય યુનિવર્સની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અલ્ફા’ 3 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં તેની સ્ટારકાસ્ટની ફી અંગેના મીડિયા રિપોર્ટ્સ ચર્ચામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી આલિયા ભટ્ટને સૌથી વધુ 25…

IITE ગાંધીનગર ખાતે નૂતન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

16મા સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષક શિક્ષણના નવા અભ્યાસક્રમોનું લોકાર્પણ, AI આધારિત શિક્ષક શિક્ષણની દિશામાં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષી પહેલ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે મંગળવારે સંસ્થાના 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નૂતન ભવનના નિર્માણનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયું હતું. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને…

પીડીસી એશિયન ચેમ્પિયનશિપ ઈન્ડિયા ક્વોલિફાયરમાં નીતિન કુમાર વિજેતા

ચીનના ચિંગદાઓમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, અમદાવાદમાં છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનો ભવ્ય સમાપન અમદાવાદ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા આયોજિત છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનું સફળ સમાપન થયું છે. મહોત્સવના અંતિમ દિવસે યોજાયેલી પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર)માં નીતિન કુમાર શાનદાર પ્રદર્શન કરીને વિજેતા થયો છે. આ જીત સાથે તે…

નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પરિષદની બેઠકમાં ગુજરાતના આરોગ્ય હિતના મુદ્દાઓ ઉઠાવાયા

રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ભેળસેળ સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના નિયંત્રણ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત નવી દિલ્હી નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 30-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ…

‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમારે એક પણ રૂપિયાની ફી ન લીધી

125 કરોડના બજેટની ફિલ્મમાં નફામાં ભાગીદારીના મોડલ પર કર્યું કામ, વિશ્વભરમાં 94.63 કરોડનું કલેક્શન મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે મોટો નિર્ણય લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ફિલ્મ માટે નિશ્ચિત ફી લેતા અક્ષય કુમારે આ વખતે કોઈપણ પ્રકારની અભિનય ફી લીધી નથી. તેના બદલે તેમણે ફિલ્મના નફામાં…

હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

પ્રતિનિધિમંડળે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક અને સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કર્યો રાજપીપલા: હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિના ચેરમેન વિનોદ ભયાનાના નેતૃત્વમાં 20 સભ્યોના ઉચ્ચસ્તરીય ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલનો અભ્યાસ કરવાના હેતુથી આયોજિત આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે…

એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન

થાઈલેન્ડમાં 1થી 7 જુલાઈ દરમિયાન યોજાનારી ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓની પસંદગી અમદાવાદ: ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા અંડર-18 ટીમની કેપ્ટન તરીકે ગુજરાતની રાજલ વાળાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની…

CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે

પ્લેટિનમ જુબિલી વર્ષમાં CAAAની અનોખી પહેલ; વિદ્યાર્થીઓ માટે મફત નોંધણી, CA ફર્મ્સ માટે સુવ્યવસ્થિત પ્લેસમેન્ટ વ્યવસ્થા અમદાવાદ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) પોતાના પ્લેટિનમ જુબિલી વર્ષ નિમિત્તે CAAA આર્ટિકલશિપ મેળો – એડિશન 4.0નું આયોજન કરી રહ્યું છે. આ મેળો 3 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે. છેલ્લા એક વર્ષમાં…

હીરામણિ સ્કૂલમાં ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ સ્પર્ધા’ યોજાઈ

ધોરણ ૮થી ૧૨ના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાનું કર્યું પ્રદર્શન અમદાવાદ: હીરામણિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ કોમ્પિટિશન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી કલા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં આશરે ૧૨૦ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કેનવાસ પર…

ગ્લોબલ ચેસ લીગ-2026નો ડ્રાફ્ટ પૂર્ણ: નિહાલ સરિન સૌથી વધુ ચર્ચામાં, આનંદ અને અર્જુન એક જ ટીમમાં

3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાશે ચોથી સિઝન; મેગ્નસ કાર્લસન સાથે દિવ્યા દેશમુખ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ વધુ મજબૂત બની મુંબઈ ટેક મહિન્દ્રા અને આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ (FIDE)ની સંયુક્ત પહેલ ગ્લોબલ ચેસ લીગ (GCL)ની ચોથી સિઝન માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ મુંબઈમાં યોજાયો હતો. 3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત લીગ માટે વિશ્વના અનેક દિગ્ગજ અને…

વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો

મોરબી અને જેતપુરમાં 12 દિવસથી ઉપવાસ, ગુજરાત ભારતીય કિસાન સંઘે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી ગાંધીનગર: રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે જમીનને થતા નુકસાનના વળતરના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોરબી અને જેતપુર વિસ્તારમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નત્યાગ સાથે ઉપવાસ પર બેઠા છે. આંદોલનને હવે ગુજરાત ભારતીય…