Admin

શિક્ષકો અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માગી

શિક્ષક સંગઠનોના વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો ગોધરા શિક્ષકો અંગે કરાયેલા વિવાદિત નિવેદનને લઈને રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારા આખરે બેકફૂટ પર આવ્યા છે. ગોધરામાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દરમિયાન આપેલા નિવેદનથી સર્જાયેલા વિવાદ બાદ મંત્રીએ જાહેરમાં માફી માગી છે અને પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે. મંત્રીએ જણાવ્યું કે…

અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, ઓઇલથી લઈને ચાબહાર પોર્ટ સુધી મોટો ફાયદો

હોર્મુઝ જળમાર્ગ ખુલશે, સસ્તા ક્રૂડની આશા; ઈરાન પરના પ્રતિબંધોમાં રાહતથી ભારતને આર્થિક અને વ્યૂહાત્મક લાભ નવી દિલ્હી અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધનો અંત લાવતો ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં થયેલી આ સમજૂતીની પુષ્ટિ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ કરારથી માત્ર મધ્ય પૂર્વમાં જ…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની વિશાળ રેલી

ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલીમાં રાજ્યભરના હજારો ખેડૂતો જોડાયા, ગાંધીનગરમાં સરકાર સામે રજૂ થશે માંગણીઓ અમદાવાદ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ ટ્રેક્ટર રેલીને “ખેડૂત અધિકાર યાત્રા” નામ આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે આ આંદોલનમાં જોડાયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારની નીતિઓના કારણે…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 15-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની વિશાળ રેલી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ…

નવસારીમાં મહિલાઓ માટે ભવ્ય યોગ શિબિરનું આયોજન, ૫,૦૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસનના 12 વર્ષ તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના ઉપલક્ષ્યમાં વિશેષ કાર્યક્રમ નવસારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના ઉપલક્ષ્યમાં ગુજરાતના નવસારી શહેર ખાતે મહિલાઓ માટે ભવ્ય યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું….

બ્રિટિશ સેનાનો રશિયન ઓઇલ ટેન્કર પર દરોડો, 22 ભારતીય નાવિકોને લઈને ચિંતા વધી

રશિયાની કથિત ‘શેડો ફ્લીટ’ સામે કાર્યવાહી; એક ભારતીય નાગરિકની અટકાયત લંડન બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે રશિયાના શંકાસ્પદ ઓઇલ ટેન્કર ‘સ્મર્ટોસ’ પર મોટું ઓપરેશન હાથ ધરી સમગ્ર જહાજને પોતાના નિયંત્રણમાં લીધું છે. હેલિકોપ્ટરની મદદથી હાથ ધરાયેલી આ કાર્યવાહી લગભગ છ કલાક સુધી ચાલી હતી. કેમરૂનનો ધ્વજ ધરાવતું આ જહાજ રશિયાની કથિત ‘શેડો ફ્લીટ’નો ભાગ હોવાની…

હિટાચી એનર્જી વડોદરામાં રૂ. 2,000 કરોડના રોકાણથી સ્થાપશે આધુનિક ટ્રાન્સફોર્મર પ્લાન્ટ

ભારતના ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા સાથે 1,000થી વધુ રોજગારીની તકો સર્જાશે વડોદરા વૈશ્વિક વિદ્યુતીકરણ ક્ષેત્રની અગ્રણી કંપની હિટાચી એનર્જીએ ગુજરાતના વડોદરા જિલ્લાના કરજણ ખાતે નવા લાર્જ પાવર ટ્રાન્સફોર્મર (LPT) પ્લાન્ટની સ્થાપના માટે અંદાજે રૂ. 2,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતના ઊર્જા માળખાને મજબૂત બનાવવા તેમજ વધતી વીજળીની માંગને પહોંચી વળવા મહત્વપૂર્ણ સાબિત…

ભાવનગરમાં ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26 માં 13 રાજ્યોની ક્લબો વચ્ચે ટક્કર

AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજનમાં 17થી 28 જૂન સુધી સ્પર્ધા ભાવનગર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26નો ભવ્ય પ્રારંભ 17 જૂનથી ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થવા જઈ રહ્યો છે. 28 જૂન સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્તરની…

નુતન્શુ, જનમેજય અને દ્વિજ બન્યા પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયન

અમદાવાદમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં સિનિયર અને જુનિયર વિભાગના રોમાંચક મુકાબલા; મહિલા વિભાગના ક્વાર્ટર ફાઇનલિસ્ટ્સ પણ નક્કી અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026માં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી…

સંતોકબા માનવરત્ન એવોર્ડના 20 વર્ષ પૂર્ણ, માનવસેવાના અગ્રણીઓનું ભવ્ય સન્માન

ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને રીમા નાણાવટીને સંતોકબા માનવરત્ન એવોર્ડ, શ્રીકાંત બોલ્લાને પ્રથમ સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ સુરત માનવતા, સેવા અને સામાજિક પરિવર્તન માટે જીવન સમર્પિત કરનારા મહાનુભાવોને સન્માનિત કરતો પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ તેના 20 વર્ષ પૂર્ણ કરી નવી સિદ્ધિએ પહોંચ્યો છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ (SRK)ની સેવાકીય સંસ્થા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા સુરતના…

ભરૂચમાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” પર મીડિયા સંવાદ યોજાયો

અંકલેશ્વરમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા ભરૂચ ભરૂચ જિલ્લામાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિકાસ અને જનકલ્યાણની યોજનાઓની સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન-જન સુધી…

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં અનેક રોમાંચક મુકાબલા, ધ્યેય જાની, દેવ ભટ્ટનો વિજય

નારણપુરાના વીર સાવરકર સ્ટેડિયમમં યોજાયેલી ટુર્નામેન્ટમાં પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જોરદાર રસાકસી અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં શનિવારે વિવિધ કેટેગરીમાં રોમાંચક મેચો રમાઈ હતી. અનેક અપસેટ્સ સાથે ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પરિણામો અંડર-19 બોયઝ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પરિણામો અંડર-17 બોયઝ પ્રિ-ક્વાર્ટર…

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય બેડમિન્ટન ટીમ જાહેર, પીવી સિંધુ-સાત્વિક ચિરાગ સહિત મજબૂત ટીમ

અનુભવી અને યુવા ખેલાડીઓના સંતુલિત સંયોજન સાથે ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ નવી દિલ્હી, જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ભારતીય બેડમિન્ટન ટીમની જાહેરાત કરવામાં આવી છે. બે વખત એશિયન ગેમ્સ પદક વિજેતા PV Sindhu અને 2022 એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી ટીમના…

GLS-UTSCનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો સંદેશ

આંતરરાષ્ટ્રીય ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને વૈશ્વિક તકો માટે પ્રેરણા, જીવનમાં સતત આગળ વધવાનો પાઠ અપાયો અમદાવાદ GLS યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની UTSC કોલેજના સહયોગથી સંચાલિત ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામ અંતર્ગત GLS-UTSCનો તૃતીય પદવીદાન સમારોહ અમદાવાદ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો, પ્રોફેસરો અને મિત્રોની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં ડિગ્રી પ્રદાન સાથે પ્રેરણાદાયી સંદેશો પણ આપવામાં આવ્યા હતા….

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 13-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. સોના-ચાંદીમાં તેજીનો ઝળહળતો ઉછાળો, ચાંદી ₹10 હજાર અને સોનું ₹3 હજાર મોંઘું સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ…

અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

બાલાજી સ્ટેટના ગોડાઉનમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા, ફાયર વિભાગનું કૂલિંગ ઓપરેશન અમદાવાદ અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાંથી ઉઠેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો….

સોના-ચાંદીમાં તેજીનો ઝળહળતો ઉછાળો, ચાંદી ₹10 હજાર અને સોનું ₹3 હજાર મોંઘું

અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીની આશાએ બુલિયન બજારમાં ખરીદી વધતા કિંમતોમાં જોરદાર વધારો નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાની વધતી આશાના પગલે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ઘટવાના સંકેતો અને રોકાણકારોના વધતા વિશ્વાસને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક ઘટનાક્રમથી બજારમાં…

RBIની મોગાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર કડક કાર્યવાહી , 6 મહિના માટે પ્રતિબંધો

ખાતાધારકો માટે ઉપાડ મર્યાદા ₹1 લાખ નક્કી, નવા લોન અને ડિપોઝિટ પર પણ રોક મુંબઈ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગ્રાહકોના હિતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ સ્થિત મોગાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. બેન્કની નબળી આર્થિક સ્થિતિ અને નિયમનકારી ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. RBIના આદેશ મુજબ પ્રતિબંધો 12 જૂનના રોજ કામકાજ…

10 વર્ષના આશીર્વાદ સૂર્યવંશીએ ફટકારી ધમાકેદાર સદી, વૈભવ બાદ હવે નાનો ભાઈ ચર્ચામાં

87 બોલમાં 103 રનની વિસ્ફોટક ઇનિંગ, 20 ચોગ્ગા અને એક છગ્ગા સાથે સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવી સમસ્તીપુર ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઓળખ ઉભી કરનાર વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચર્ચામાં આવ્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે આશીર્વાદે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર સદી ફટકારી ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેની…

મિડલ ઈસ્ટમાં શાંતિની આશા? 24 કલાકમાં અમેરિકા-ઈરાન કરારની શક્યતા, પાકિસ્તાનનો દાવો

શાહબાઝ શરીફે ઐતિહાસિક સમજૂતીનો કર્યો દાવો, પરંતુ અમેરિકા અને ઈરાન તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ નહીં ઇસ્લામાબાદ, મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે શાંતિની નવી આશા જાગી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન એક પ્રારંભિક શાંતિ કરાર માટે સહમત થઈ ગયા છે અને આગામી…