હવે રાજદ્રોહ નહીં, દેશ દ્રોહ, મોબ લિચિંગ બદલ ફાંસીઃ અમિત શાહ

પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી નવી દિલ્હીકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું…

ફઈબાની એન્ટ્રી પર ભત્રિજાનો નન્નો, કોંગ્રેસને બીએસપી પર સવાલ પૂછ્યા

મલ્લિકાર્જુન ખડગેએ સપા નેતાઓને આશ્વાસન આપ્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ભાગ લીધો હતો. જોકે, અખિલેશ યાદવની પાર્ટીએ મહાગઠબંધનમાં માયાવતીની બસપાના પ્રવેશ પર કોંગ્રેસને સવાલો પૂછ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે ઈન્ડિયા ગઠબંધનની…

પન્નુ કેસમાં માહિતી મળશે તો ચોક્કસ તપાસ કરીશુઃ મોદી

જો અમારા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ, કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક ભારતીયની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો અમને કોઈ…

ધનખડની મિમિક્રી કરનારા કલ્યાણ બેનર્જી સામે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી નવી દિલ્હીવિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. તેમની વિકુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધી લીધો છે.ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસે સ્વીકાર કરી છે….

લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા…

ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર આઈએનએસ વર્ષા

આઈએનએસ વર્ષા નૌસેનાના બેઝમાં 8થી 12 સબમરીન પાર્ક કરી શકાશે નવી દિલ્હીભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસ વર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો…

જાતિને દરેક મુદ્દામાં ન ઢસડવી જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

શું રાજ્યસભામાં દરેક વખતે મને બોલવાની મંજૂરી નથી મળતી તો શું હું એમ કહીશ કે હું દલિત છું એટલે મને બોલવાની તક નથી અપાતી, કોંગ્રેસના નેતાનો સવાલ નવી દિલ્હીરાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા મુદ્દે બુધવારે રાજ્યસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ સંસદના પગથિયાં પર વિપક્ષના…

સસ્પેન્ડ સાંસદોના ચેમ્બર,ગેલેરી અને લોબીમાં પ્રવેશ પર પ્રતિંબંધ

સાંસદોને દૈનિક ભથ્થું પણ મળશે નહીં, જો કોઈ સાંસદ નોટિસ આપશે તો તેનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં નવી દિલ્હી લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના કેટલાક અધિકારો છીનવાયા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન 13મી ડિસેમ્બરે નવી સંસદમાં…

તામિલનાડુમાં ભારે વરસાદથી 10નાં મોત, ભારે તારાજી

દક્ષિણના જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ થિરૂવનંતપૂરમ તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે. એક અહેવાલ…

લોકતંત્રને ટૂંપો અપાઈ રહ્યો છેઃ સોનિયા ગાંધી

નહેરુ જેવા મહાન દેશભક્તોને બદનામ કરવા પ્રયાસ, ઈતિહાસ અને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરીને અભિયાન ચલાવાયાનો આક્ષેપ નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના 141 સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા. સીપીપીની બેઠકમાં સોનિયાએ કહ્યું કે લોકતંત્રને ગળે ટૂંપો અપાઈ રહ્યો…

હું છેલ્લા 20 વર્ષથી આ અપમાન સહન કરી રહ્યો છુઃ મોદી

મોદીએ ફોન કરીને ઉપરાષ્ટ્રપતિ સાથે વાત કરીને મિમિક્રીની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હી સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટેલિફોન આવ્યો હતો. તેમણે કેટલાક સાંસદો દ્વારા ગઈકાલે સંસદ પરિસરમાં કરવામાં આવેલી ઘૃણાસ્પદ હરકત પર…

સુકમામાં પોલીસ સાથેની અથડામણમાં છ નક્સલીઓ ઠાર

ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું સુકમા સુકમા છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સાથેની અથડામણમાં પાંચથી છ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત…

અમૃતસરમાં એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર ઠાર, એક અધિકારી ઘાયલ

ગેંગસ્ટરની ઓળખ અમૃતપાલ સિંહ ઉર્ફે આમરી તરીકે થઈ છે, આરોપી હત્યા અને હત્યાના પ્રયાસના ચાર ગુનામાં સંડોવાયેલો હતો અમૃતસર અમૃતસરમાં એન્કાઉન્ટરઃ પંજાબના અમૃતસરમાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટર જંડિયાલા ગુરુમાં થયું હતું. પોલીસ બલેરો કારમાં મુસાફરી કરી રહેલા બદમાશોનો પીછો કરી રહી હતી. શહેરમાંથી પસાર થતી વખતે બદમાશો શેખફાટા કેનાલ પાસે…

રાજસ્થાનને બ્રાહ્મણ મુખ્યમંત્રી મળવા પર ભાજપનો આભાર માનતા મિશન હમ ભારતના બ્રાહ્મણોના અગ્રણીઓ

નવી દિલ્હી આજે 19મી ડિસેમ્બરે, મિશન હમ ભારત બ્રાહ્મણોના ત્રણ સંયોજકો, શ્રી યોગેશ્વર નારાયણ શર્મા, શ્રી શ્યામ સુંદર સેવાદા અને શ્રી સંજય તિવારી રાજસ્થાનના બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવવા બદલ તેમનો આભાર માનવા માટે ભાજપના નેતાઓને મળ્યા. I.B ના રાષ્ટ્રીય મુખ્યાલય પહોંચ્યા પછી. ભાજપના પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કૃતજ્ઞતા અને આભાર…

મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવા ઈન્ડિયાનો પ્રસ્તાવ

બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ નવી દિલ્હીનવી દિલ્હીના અશોક હોટલમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક સમાપ્ત થઈ છે. બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ છે. ઉપરાંત આગામી લોકસભા…

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી

આ કમિટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાનસિક અને મોહન પ્રકાશના નામ સામેલ નવી દિલ્હીઆજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક મંગળવારે સાંજે શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે.આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક શરુ થાય તે પહેલા…

મોદી પર ટીપ્પણી કેસમાં સંજય રાઉત સામેનો દેશદ્રોહનો કેસ હટાવાયો

આ કેસમાં કાયદાકીય અભિપ્રાય લીધા બાદ પોલીસે કેસમાંથી દેશદ્રોહનો આરોપ હટાવવાનો નિર્ણય કર્યો મુંબઈશિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતને આજે મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર પોલીસે સંજય રાઉત પર લાગેલા દેશદ્રોહના આરોપને હટાવી દીધો છે. અધિકારીએ કહ્યું કે, પોલીસ દ્વારા કાયદાકીય અભિપ્રાય અને અને સલાહ લીધા બાદ રાઉત વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ હટાવી દેવામાં આવ્યો છે.યવતલામ જિલ્લામાં…

સંસદમાંથી વધુ 49 સાંસદો સહિત કુલ 141 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સોમવારે સંસદમાંથી રેકોર્ડ 79 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યાર પછી મંગળવારે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરાયા નવી દિલ્હીસંસદમાં અત્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે જોરદાર ધમાલ ચાલી રહી છે જેમાં વિપક્ષના સાંસદો સામે સસ્પેન્શનનું હથિયાર ઉગાવવામાં આવ્યું છે. આજે લોકસભામાંથી વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ વખતે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા…

અડવાણી-જોશીને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવા અપીલ

બંને વડીલ છે અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા વિનંતી કરવામાં આવી નવી દિલ્હી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી  નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના…

ઈન્ડિયામાં ભાગલાના સંકેત, કેજરીવાલ બાદ મમતા પણ આડા ફાટ્યા

 મમતા કોંગ્રેસ માટે માલદા અને બહરામપુર સીટો છોડવા તૈયાર નવી દિલ્હી   ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગે તેમ છે. એક તરફ કેજરીવાલે પંજાબની તમામ ૧૩ સીટો પર આપના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે ટીએમસી નેતા મમતા બેનરજીએ ઉદારતા રાખી કોંગ્રેસને બે સીટો ફાળવવા સૂચન…