આપના સાંસદ ટામેટાંની માળા પહેરીને સંસદ ગૃહમાં પહોંચ્યા

મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસમાં આપના સાંસદ સુશીલ ગુપ્તાએ અનોખી રીતે વિરોધ કર્યો નવી દિલ્હીરાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જેના બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. રાજ્યસભા બાદ લોકસભામાં…

રાહુલ ગાંધીએ રસ્તામાં અકસ્માતગ્રસ્ત સ્કૂટી ચાલકની મદદ કરી

કોંગ્રેસના નેતા સંસદ જવા નિકળ્યા ત્યારે રસ્તામાં એક સ્કૂટીને અકસ્માત થયો હોઈ તેમણે કાર રોકીને મદદ કરી નવી દિલ્હીલોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ ચર્ચામાં સામેલ થયા છે. આજે કોંગ્રેસના નેતા તેમના નિવાસસ્થાનથી સંસદ જવા નીકળ્યા ત્યારે તેમની કાર અચાનક રોકાઈ ગઈ હતી. તેમની…

રાહુલની ફ્લાઈંગ કિસ પર સ્મૃતિ ઈરાની વિફર્યા

રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો, આવું માત્ર એક મહિલા દ્વેષી વ્યક્તિ જ કરી શકે છેઃ સ્મૃતિ નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં મણિપુર વિવાદને લઈને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કર્યા… તો રાહુલને વળતો જવાબ આપવા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ ઈરાની પણ આક્રમક જોવા મળ્યા… લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ…

ભાજપને દેશ છોડવા મજબૂર કરી દઈશુઃ મમતા બેનર્જી

ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે, ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે મણિપુર હિંસા અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે. ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ.ઉલ્લેખનિય છે કે, મમતા…

હરિયાણાના ત્રણ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ

આ પત્રોમાં કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસાશે ચંદિગઢહરિયાણાના ત્રણ જિલ્લા રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરની પચાસથી વધુ પંચાયતોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. આ પચાસ પંચાયતોના…

શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીનું એટેક આવતાં મોત

શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન બચાવી શક્યા ચામરાજનગરકર્ણાટકના ચામરાજનગરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં સવારની સભા દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવી ગયો હતો. શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન…

સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ સ્થાપી શકે છે, સરકાર ઉપયોગ કરતી નથીઃ રાહુલ

મોદી સરકાર સામે નિશાન તાક્તા રાહુલ ગાંધીએ કહ્યું, તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે, તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો નવી દિલ્હીસંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર…

ગુજરાતની કુલ સોલાર કેપેસિટી10,133 મેગાવોટે પહોંચી

નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીનો રાજ્યસભાના સાંસદપરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટ, 2023ના…

છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની 5 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી

ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમં ચૂંટણી, 8 સપ્ટેમ્બરે મત ગણતરી નવી દિલ્હીચૂંટણી પંચે વિધાનસભાની 7 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જે રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે, તેમાં ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 5મી સપ્ટેમ્બરે મતદાન…

રાહુલ ગાંધીને જૂનો સરકારી બંગલો ફરી ફાળવવામાં આવ્યો

બંગલો મળ્યા બાદ તેમને પૂછવામાં આવ્યું કે તમને કેટલી ખુશી થઇ છે ઘર પાછું મળી ગયું છે, ત્યારે તેમણે કહ્યું કે, આખું ભારત મારું ઘર છે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગઈકાલે લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘અયોગ્ય સાંસદ’ને…

ગુરૂગ્રામના પાંચ હજાર મુસ્લિમ વેપારીઓ ધંધો બંધ કરીને શહેર છોડી ગયા

હિંસક હુમલાઓથી ડરથી મોટાભાગના મુસ્લિમ વેપારીઓઓને દિલ્હી અને નોઈડા જ્યાં તેમના સંબંધીઓ રહે છે, તેમજ પડોશી રાજ્યોમાં તેમના ગામોમાં ભાગી જવાની ફરજ પડી નૂહહરિયાણાના નૂહ, સોહના અને ગુરુગ્રામમાં ગત જૂલાઈની 31મી તારીખે હિંસા ફાટી નીકળી હતી જેની અસર હવે વેપાર પર પણ દેખાવા લાગી છે. આ હિંસાની અસર અનેક પરિવારો પર પડી છે ત્યારે હવે…

શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલિસાનો પાઠ શરૂ કરી દીધો

શિંદેને રોકવામાં ન આવ્યા ત્યાં સુધી તેઓ હનુમાન ચાલીસા બોલતા રહ્યા, તેમણે લગભગ 30 સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. ઉપરાંત તેમણે કહ્યું કે, એક સમયે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો. વાસ્તવમાં તેમના…

ગુરૂગ્રામમાં એક માંસની દુકાન પર તોફાનીઓનો પત્થરમારો

ઘટનામાં દુકાનના સંચાલકને ઈજા થઈ, પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી ગુરુગ્રામ ચાર દિવસની હિંસા બાદ અરાજક તત્વો ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે રાત્રે ફરી એકવખત તોફાની તત્વોએ સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફ ચોક પાસે સ્થિત એક માંસની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. પીડિતે પોલીસ સ્ટેશનમાં બદમાશો વિરુદ્ધ…

પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું બાલ્કનીમાંથી પડતાં મોત

યુવક તેની પ્રેમિકાને મળવા પિત્ઝા ડિલિવરી બોય તરીકે ઘરમાં ઘૂસ્યો હતો પણ યુવતીના પિતા જાગી જતાં બાલ્કનીમાં સંતાવવા જતાં પટકાયો હૈદરાબાદ ગર્લફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ યુવક પહોંચ્યો હતો. જ્યાં છોકરીના ઘરે ત્રીજે માળ ચઢીને તે ગયો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ અચાનક કઈક અવાજ થતા તેના પિતા જાગી ગયા…

વિપક્ષ ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છેઃ મોદી

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની અધ્યક્ષાતામાં યોજાઈ નવી દિલ્હી સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની…

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી પોલીસ તંત્રમાં ખળભળાટ

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. કોલરે મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતાં મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને…

ચાલુ ટ્રેનના મહિલા ડબ્બામાંથી મહિલાને નીચે ફેંકી, આબાદ બચાવ

શરાબના નશામાં ટ્રેનમાં ચઢેલા આરોપીને પોલીસે ધરપકડ કરી મુંબઈ મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર 29 વર્ષીય મહિલા યાત્રીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક શખ્સે પૂણેથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી મહિલાને નીચે ફેંકી દીધી હતી. આ ઘટના 06 ઓગષ્ટના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી. રેલવે પોલીસે આરોપીની ધરપકડ…

રાજ્યસભામાં મનમોહનસિંહની હાજરી પર રાજકારણ ગરમાયું

સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગૃહમાં મતદાન કરવા આવતા સત્તાપક્ષના કોંગ્રેસ પર પ્રહાર નવી દિલ્હી રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે ઈન્ડિયા વિપક્ષી મહાગઠબંધને…

ગેહલોત લોકોની સહાનુભૂતી માટે પદ છોડવાની વાત કરે છે

ગેહલોત સારી રીતે જાણે છે કે જો ચૂંટણી બાદ સરકાર રિપીટ થશે તો ફરી એકવાર પાયલોટ કેમ્પનો પડકાર સામે આવશે જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અઠવાડિયામાં બે વખત મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી છે. રાજકીય વિશ્લેષકો ગેહલોતના નિવેદનને સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ ગણાવી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, ચૂંટણી પહેલા આવું નિવેદન આપવું…

2024ની સામાન્ય ચૂંટણી દેશમાં લોકશાહી રહેશે કે નહીં તે નક્કી કરશેઃ સ્ટાલિન

લોકશાહીના કારણે જ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનએ પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યુઃ તમિલનાડુના મુખ્યમંત્રી ચેન્નાઈ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે ચેન્નઈમાં 2024ની સામાન્ય ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો હતો. સ્ટાલિને કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી નક્કી કરશે કે દેશમાં લોકશાહી રહેશે કે નહીં. તમિલનાડુના સીએમએ કહ્યું કે લોકશાહીના કારણે જ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનએ પોતાનો…