ભાજપે મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવાર જાહેર કર્યા

Spread the love

બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી


નવી દિલ્હી
ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.
ભાજપે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ વર્ષે જ બંને રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ પહેલા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સીઈસી સભ્યોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *