સંસદમાં ઘૂસવાનાં બે પ્લાન બનાવ્યા હોવાનો લલિત ઝાનો ખુલાસો

સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન લલિતે કહ્યું છે કે તે કોઈપણ રીતે પોતાનો સંદેશ આપવા માંગતો હતો નવી દિલ્હી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષા લેપ્સ કેસના મુખ્ય આરોપી લલિત ઝાની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન લલિતે કહ્યું છે કે તે કોઈપણ રીતે પોતાનો સંદેશ આપવા માંગતો હતો. આ માટે બે યોજનાઓ બનાવવામાં આવી…

હેડિંગઃ લલિત ઝાએ તમામ સાથીના મોબાઈલ બાળી નાખ્યા હતા

ઝા પણ સંસદની બહાર સ્મોક બોમ્બ એટેક વખતે હાજર હતો અને તેણે ઘટનાના વીડિયો પણ બનાવ્યા હતા જેથી તેને શેર કરી શકે નવી દિલ્હી સંસદમાં સુરક્ષા ચૂક મામલે રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ સ્મોક બોમ્બ એટેકની ઘટનાનો માસ્ટરમાઈન્ડ લલિત ઝા દિલ્હી પોલીસ સમક્ષ સરેન્ડર કરી ચૂક્યો છે. આ સૌની વચ્ચે પોલીસના…

બાંદાના મહિલા જજે સુપ્રીમ કોર્ટમાં ઈચ્છામૃત્યુની માગ કરી

તેમની સાથે અન્યાય થયો, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું મહિલા જજે જણાવ્યું બાંદા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મહિલા સિવિલ જજે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી છે.  જોકે આ મામલો સામે આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પીડિતાનું નામ…

પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયોએ યુએસમાં ઘૂસખોરીનો પ્રયાસ કર્યો

અમેરિકી અધિકારીઓ તરફથી શેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગેરકાયદે ભારતય પ્રવાસીઓની કુલ સંખ્યા 200,760 છે નવી દિલ્હી સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે લગભગ એક લાખ…

રામમંદિરના મુખ્ય પૂજારી તરીકે મોહિત પાંડેની પસંદગીના ટ્રસ્ટનો ઈનકાર

મંદિરના મુખ્ય પૂજારી માટે 3000 પંડિતોની અરજીમાંથી 50ની પસંદગી થઈ હોવાનું જાણવા મલ્યું હતું પણ હજુ કોઈ નામ નક્કી કરાયાનો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટનો ઈનકાર અયોધ્યાઅયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી, 2024ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર વહેતા થયા કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી મોહિત પાંડેની…

મથુરામાં શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી

શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી અલ્લાહબાદઅલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી છે.મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ…

આસામ સરકારે 1200થી વધુ મદરેસાના નામ બદલીને એમઈ સ્કૂલ કર્યા

આસામ સરકારે જાન્યુઆરી 2021માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઈમ્ફાલઅસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈ સ્કુલ તરીકે ઓળખવામાં આવશે.આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના 31 જિલ્લાઓમાં…

ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાનો ઈરાદો નથીઃ પ્રધાન

આપણો ઈતિહાસ માત્ર મુઘલો સાથે જ જોડાયેલો નથી પરંતુ તેમાં એવા અનેક તથ્યો છે જેનાથી આપણે અજાણ છીએઃ ધર્મેન્દ્ર પ્રધાન નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમારી સરકારનો એવો કોઈ ઈરાદો નથી. તેમણે એક કાર્યક્રમમાં આ…

દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથીઃ ગડકરી

30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે, આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા નવી દિલ્હીઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને…

હિંદુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગ આતંકી કૃત્ય ન ગણાય

મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ) અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલી એક વ્યક્તિને જામીન આપ્યા નવી દિલ્હી મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ 15 હેઠળ વ્યાખ્યાયિત આતંકવાદી એક્ટ માની શકાય? મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન આપતાં કહ્યું કે આ ચર્ચાનો મુદ્દો…

સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે 8 કર્મી સસ્પેન્ડ, ગૃહમાં હોબાળો

સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્ર સામેલ નવી દિલ્હી સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી કરતાં…

માસિક ધર્મ મહિલાના જીવનનો હિસ્સો, દિવ્યાંગતા નથીઃ સ્મૃતી ઈરાની

કેન્દ્રીય મંત્રીએ સંકેત આપ્યો કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની કોઈ પોલિસી ઘડવાની જરૂર નથી નવી દિલ્હી માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેની જરૂર જ નથી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે હું માનું છું કે પીરિયડ્સ મહિલાના…

લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાને કૂદીને ગેસનો સ્પ્રે કરતા અફરાતફરી

સંસદ પર હુમલાની 22મી વર્ષીના દિવસે જ સંસદમાં અંધાધૂધી, બે શખ્સોને ઝડપી લેવાયા, ટીયર ગેસના સેલ મળી આવ્યા નવી દિલ્હીદેશની સંસદને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે અને તેની 22મી વરસીએ જ ત્યાં મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. અહીં બે યુવકો લોકસભાની અંદર સાંસદો વચ્ચે દર્શક ગેલેરીમાંથી કૂદી ગયા હતા. આ સમયે ગૃહની…

સાંસદોએ પકડાયેલા યુવાનોની જોરદાર ધોલાઈ કરી

સાગર નામના યુવકના તો વાળ પણ ખેંચી કાઢ્યા, તેના પર થપ્પડ અને જૂતાનો વરસાદ કરવામાં આવ્યો નવી દિહીબુધવારે સંસદ પર હુમલાની 22મી વરસીએ મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન બે લોકો સંસદની દર્શકોની ગેલરીમાંથી કૂદીને સંસદમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે સ્મોક બોમ્બ સળગાવી અફરા તફરી મચાવી હતી. જોકે આ બંને લોકોને…

સંસદમાં વિઝિટર-ઈ-પાસ બનાવવા પર પ્રતિબંધ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ આદેશ આપ્યો નવી દિલ્હીસંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ધસી ગયા હતા. જેના કારણે થોડા સમય માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ રીતે સંસદમાં…

લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવક અચાનક કૂદીને વેલમાં ધસી આવ્યા

વેલમાં ઘસી જઈને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેમાંથી ગેસ નીકળી રહ્યો હતો, આ બાદ સાંસદોએ તેમને પકડી લીધા નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા….

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્શલીઓના આઈઈડી બ્લાસ્ટમાં જવાન શહીદ

અન્ય એક જવાન ઘાયલ, નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો રાયપુર આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા  આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા. આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ…

ભૂપત ભાયાણી બાદ આપના વધુ બે ધારાસભ્યોના રાજીનામાની શક્યતા

ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે ગાંધીનગર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આપના વધુ બે…

સંસદ પર હુમલાની 22મી વર્ષીએ મોદીની શહીદોને અંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યા નવી દિલ્હી ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી…

આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામાનાં મૂડમાં

વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા, ભાજપમાં જોડાવાની શક્યતા ગાંધીનગર દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના મૂડમાં છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં…