દેશમાં એર ટેક્સી શરૂ થશે, 90 મીનિટની સફર માત્ર 7 મિનિટમાં થશે

એક ભારતીય કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતના કેટલાક શહેરોમાં ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરશે નવી દિલ્હી ભારતમાં હજારોની સંખ્યામાં દરરોજ નવા વાહનો રસ્તા પર ઉતરી રહ્યાં છે. રસ્તાઓ અને જમીન-ક્ષેત્રફળ એટલું જ છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે વ્યક્તિગત વાહન ચલાવવાની ચેષ્ઠા દિવસેને દિવસે વધી રહી છે તેથી મોટાભાગના શહેરોમાં ટ્રાફિક…

પંજાબમાં અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથીઃ સુપ્રીમ

પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતા, આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએઃ સુપ્રીમનું અવલોકન નવી દિલ્હી દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં કોર્ટે કહ્યું કે પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવી રહેલ પરાળ પણ જવાબદાર છે. આ…

એપ્રિલ 2024માં હીટવેવથી જનજીવન પ્રભાવિત થશે

ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી નવી દિલ્હી 2023ની સરખામણીમાં 2024માં ઉનાળો વધુ આકરો થવાની સંભાવનાઓ છે. એપ્રિલ 2024 સુધીમાં અલ નીનો શક્તિશાળી રહેશે, જેના કારણે હીટ વેવથી જનજીવન પ્રભાવિત થશે.  હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં ફેરફાર થતા કૃષિ પણ પ્રભાવિત થશે. જેના કારણે…

દહેરાદૂનમાં જ્વેલરીના શૉ રુમમાંથી બંદૂકની અણીએ 20 કરોડની લૂંટ

દેહરાદૂનમાં જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા અને બંદૂકની અણીએ 25 મિનિટમાં જ 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી દહેરાદૂન દેશમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે તેમજ લૂંટના બનાવોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દેહરાદૂનમાં બદમાશોએ બંદૂકની અણીએ જ્વેલરીના શોરુમમાં 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.  ઉત્તરાખંડની રાજધાની…

દિલ્હી-નોઈડામાં ઝરમર વરસાદથી પ્રદૂષણનું સ્તર ગગડ્યું

દિલ્હીના ઘણાં વિસ્તારોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો 100 સીધો પહોંચી ગયો નવી દિલ્હી દિવાળીથી પહેલા હવામાનમાં એકાએક પલટો આવતાં દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં રહેતા લોકોને મોટી રાહત મળી. દિલ્હી-નોઈડાના અનેક વિસ્તારોમાં રાતે ઝરમર વરસાદને લીધે એકાએક પ્રદૂષણનું સ્તર ગગડી ગયું. આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. દિલ્હીના ઘણાં વિસ્પરોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો…

તેલંગણાના મંત્રી કે.ટી.રામારાવ પ્રચાર વાહનની રેલિંગ તૂટતાં પડ્યા

ડ્રાયવરે અચાનક બ્રેક મારી દેતાં ગાડી પર સવાર મોટાભાગના લોકોને જોરદાર ઝટકો લાગ્યોઃ કેટીઆરને આ દુર્ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ હૈદ્રાબાદ તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્તાધારી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી કે.ટી.રામારાવ (કેટીઆર) એક દુર્ઘટનાનો શિકાર થઇ ગયા. અહીં નિઝામાબાદ…

મુંબઈમાં પૂર ઝડપે જતી કારને અકસ્માતમાં ત્રણનાં મોત, છ ઘાયલ

પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટોલ પ્લાઝા પાસે પાર્ક કરેલા 6 વાહનોને ટક્કર મારી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોનો બુકડો બોલી ગયો હતો મુંબઈ મુંબઈમાં ગઈકાલે રાતે બાંદ્રા-વરલી સી લિંક પરના ટોલ પ્લાઝા પર એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે ભયાનક અકસ્માત સર્જ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો…

ભાજપના વરિષ્ઠ નેતા આશુતોષ ટંડનનું લાંબી માંદગી બાદ નિધન

આશુતોષ ટંડન હાલમાં લખનૌ પૂર્વી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા લખનૌલખનૌમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આશુતોષ ટંડનનું નિધન થઈ ગયુ છે. આશુતોષ ટંડન લખનૌ પૂર્વી બેઠક પરથી ધારાસભ્ય હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આશુતોષ ટંડન કેન્સરની બીમારીથી પાડિત હતા. તેમના નિધનથી પાર્ટીમાં શોકનું મોજુ…

બિહારમાં અનામતનો વ્યાપ 60થી 75 ટકા કરવાનું બિલ સર્વસંમતીથી મંજૂર

આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ પટનાબિહાર વિધાનસભામાંથી અનામત વધારવાનું બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. બિહાર સરકારે અનામતનો વ્યાપ 60 ટકાથી વધારીને 75 ટકા કરવાનો વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યો હતો જે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે.બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં…

દિલ્હીના આનંદ વિહારનો એર ક્વોલિટી ઈન્ડેક્શ 999 પર પહોંચી ગયો

આરકે પુરમમાં 433, પંજાબ બાગમાં 460 અને આઈટીઓમાં 413 એક્યુઆઈ નોંધાયો નવી દિલ્હી રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણને દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. અહીં ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા લોકો મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણ ડામવા સતત પ્રયાસો કરી રહી છે. અહીં નીત-નવા નિયમોનો…

મમતા બનર્જીના ભત્રીજાને ઈડીએ પુછપરછ માટે બોલાવ્યો

કયા કેસમાં ફરી સમન્સ પાઠવાયું છે, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી કોલકાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મમતા બેનર્જીના ભત્રીજાને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પુછપરછ માટે બોલાવ્યા છે. એજન્સીએ તેમને આવતીકાલે 9 નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અભિષેકને સવારે 11.00 કલાકે હાજર થવું પડશે….

મણિપુરમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ ચાર લોકોનાં અપહરણ કર્યા

અપહૃતોમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ ઈમ્ફાલ મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો…

દિલ્હીમાં ઑડ-ઈવન સ્કીમ તદન નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો દાવો

અગાઉ ઑડ-ઈવન સ્કીમ હવા પ્રદૂષણને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે, આ યોજનાના અમલથી લોકો માત્ર અસુવિધાનો સામનો કરી રહ્યા છે નવી દિલ્હી દેશની રાજધાની હાલ ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહી છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને નાથવા તમામ પગલાઓ તેમ નીત-નવા નિયમો અમલમાં મુકી રહી છે. એટલું જ નહીં સરકારે નાછુટકે ‘ઑડ-ઈવન સ્કીમ’ પણ લાગુ…

જેલની અંદરથી જ સરકાર ચલાવોઃ અનિલ વિજ

દિલ્હીના 4 મંત્રીઓ જેલમાં છે, કારણ કે દિલ્હી મોડલ તો આવું જ છે કે, જેલની અંદરથી સરકાર ચલાવો ચંડીગઢ ભારતીય જનતા પાર્ટી નેતા અને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે આમ આદમી પાર્ટી (આપ) પર નિશાન સાધ્યું છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં સારુ મોડલ રજુ…

પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન-માનવતસ્કરી મામલે દેશના 10 રાજ્યોમાં એનઆઈએના દરોડા

જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા, ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે કાર્યવાહી હાથ ધરાઈ નવી દિલ્હી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે એનઆઈએના અધિકારીઓ દરોડા…

સાપના ઝેર મામલે એલ્વિશ યાદવની નોઈડા પોલીસે પુછપરછ કરી

ડીસીપી અને એસીપી લેવલના અધિકારીઓએ લગભગ 3 કલાક સુધી તેની પૂછપરછ કરી, રાત્રે 2 વાગે મીડિયાતી છુપાઈને નીકળી ગયો નવી દિલ્હી ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે સાપના ઝેર મામલે પૂછપરછ કરી છે. એલ્વિશ યાદવ ગઈ કાલે મોડી રાત્રે ગુપ્ત રીતે સેક્ટર-20 પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રજૂ થયો હતો….

મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ નિતિશ કુમારે માફી માગી

છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે, એવા નિવેદન પર હોબાળો મચી ગયો હતો પટણા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે.  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં…

ભારત દ્વારા જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ

પ્રલય મિસાઈલની રેન્જ 350-500 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે નવી દિલ્હીભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી…

છત્તીસગઢમાં અનેક સ્થળે નક્સલીઓના સૈનિકો પર હુમલા, અનેક જવાનને ઈજા

નક્સલીઓએ બાંદા મતદાન કેન્દ્રમાં પણ મતદાનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો અને 2 કિલોમીટર દુર ડીઆરજી જવાનો પર ફાયરિંગ કર્યું રાયપુરછત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં આજે ઘણી જગ્યાઓએ નક્સલીઓ સૈનિકો પર હુમલા કર્યા છે, તો આઈઈડી બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો છે. નક્સલીઓ સતત મતદાનમાં અવરોધો ઉભા કરવાના પ્રયાસો…

ફટાકડા પરનો પ્રતિબંધ દિલ્હી પુરતો મર્યાદિત નથી, સમગ્ર દેશ માટે છેઃ સુપ્રીમ

રાજ્યોમાં પ્રદૂષણ છે, તેનો સ્થાનિક સ્તરે નિકાલનું આયોજન કરવા રાજ્ય સરકારોને જરુરી પગલા ભરવા સુપ્રીમ કોર્ટનો આદેશ નવી દિલ્હીરાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી ટાણે ફટાકડાનું ધમધોકાર વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે પ્રદૂષણમાં પણ…