ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37%નો વધારો
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ, વન્ય અને આબોહવા પરિવર્તન મંત્રીનો પ્રત્યુત્તર અમદાવાદ ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહે 6 ફેબ્રુઆરી…
