ગુજરાતમાં દર 10માંથી 3 વ્યક્તિ એસિડિટી અને હાર્ટબર્ન (છાતીમાં થતો દુઃખાવો)ના લક્ષણો ધરાવે છે
અમદાવાદ
ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં શ્રેષ્ઠતા માટે સમર્પિત અત્યાધુનિક સેન્ટર એવી નોબેલ ગેસ્ટ્રો હોસ્પિટલ પહેલી જુલાઈના રોજ ગર્વથી ‘નેશનલ ડોક્ટર ડે’ની ઊજવણી કરે છે. આ વિશેષ દિવસ સમાજમાં ડોકટરોના નોંધપાત્ર યોગદાનનું સન્માનિત કરવાનો છે અને તે સારું આરોગ્ય જાળવવાના મહત્વપૂર્ણ મહત્વ પર ભાર મૂકે છે. આ નેશનલ ડોક્ટર ડે પરનોબેલ ગેસ્ટ્રો હોસ્પિટલ તેમના જીવનને સુધારવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે તમામ ડોક્ટરોનો હૃદયપૂર્વક આભાર માને છે.
નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં લગભગ 30-40 ટકા લોકો ગેસ્ટ્રીક રિફ્લક્સથી પીડાય છે. દર 10માંથી 3 વ્યક્તિ એસિડિટી અને હાર્ટબર્ન (છાતીમાં થતો દુઃખાવો)ના લક્ષણોનો અનુભવ કરે છે, જે ઘણીવાર અન્નનળી અને પેટ વચ્ચેના ઢીલા વાલ્વને કારણે થાય છે જેને મેડિકલની ભાષામાં હાઈટસ હર્નીયા તરીકે ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોતાં આ આંકડા વધુ ચિંતાજનક જણાય છે. મુંબઈના કન્ટ્રી ડીલાઈટ અને ઈન્ડિયન ડાયેટિક એસોસિએશનદ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ મુજબ 10માંથી 7 શહેરી ભારતીયો આંતરડાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમાંથીલગભગ 60 ટકા દર્દીઓ દર અઠવાડિયે પાચનને લગતી સમસ્યાઓ અનુભવે છે જ્યારે 12 ટકા દર્દીઓને દરરોજ આ સમસ્યાઓ નડે છે. આ સર્વેમાં પાચન સંબંધી સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સીધો સંબંધ પણ દર્શાવવામાં આવ્યો છે.
નોબેલ ગેસ્ટ્રો હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. યોગેશ હરવાણીએ જણાવ્યું હતું કે“તમારા આંતરડાના સ્વાસ્થ્યની કાળજી લેવી એ એકંદર આરોગ્ય જાળવવી માટે ખૂબ જરૂરી છે. ગટ માઇક્રોબાયોમ, જેમાં અબજો બેક્ટેરિયા, ફૂગ અને અન્ય સૂક્ષ્મસજીવોનો સમાવેશ થાય છે, તે પાચન, ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાચન સમસ્યાઓને રોકવા અને ઇન્ફ્લેમેટરી બૉવેલ ડિસીઝ, ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ અને કોલોરેક્ટલ કેન્સર સહિતની વિવિધ બીમારીઓનું જોખમ ઘટાડવા માટે એક સંતુલિત અને સ્વસ્થ ગટ માઇક્રોબાયોમ જરૂરી છે.”
આંતરડાને ઘણીવાર “બીજા મગજ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એકંદર આરોગ્ય અને સુખાકારીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે ન કેવળ પાચન અને પોષક તત્વો શોષે છે ઉપરાંત પરંતુ રોગપ્રતિકારક શક્તિ, માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ શારીરિક કાર્યોને પણ નોંધપાત્ર રીતે અસર કરે છે. આંતરડાનું નબળું સ્વાસ્થ્ય પાચન વિકૃતિઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને ગંભીર બીમારીઓ સહિત અનેક સમસ્યાઓ તરફ દોરી શકે છે.
નોબેલ ગેસ્ટ્રો હોસ્પિટલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીકલ કેરમાં અગ્રેસર છે અનેઅત્યાધુનિક સારવાર અને દર્દીઓની વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે. અત્યંત કુશળ અને અનુભવી ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ્સની અમારી ટીમ અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરવા માટે નવીનતમ ટેક્નોલોજી અને રિસર્ચનો ઉપયોગ કરીને ઉચ્ચ કક્ષાની તબીબી સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.