રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી ચૂંટણી નહીં લડે

રાહુલ ગાંધીનું માનવું છે કે જો તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે નવી દિલ્હી આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની…

લીકર પોલીસી કેસમાં કેજરીવાલને કોર્ટના જામીન મળ્યા

રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલને 15 હજારના બોન્ડ પર જામીન આપી દીધા નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8થી વધુ વખત સમન્સ મોકલ્યા હતા. હવે આ મામલે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખુદ સીએમ કેજરીવાલ હાજર રહ્યા હતા. તેમણે જામીનની માગ કરી હતી અને તેમને…

સેનાની માહિતી મોકલનારા આર્મી યુનિફોર્મ સ્ટોરના સંચાલકના ધરપકડ

આરોપી આનંદરાજ સિંહ સેનાની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના આકાઓને શેર કરતો હતો જયપુર પાકિસ્તાનની ત્રણ મહિલાઓ એજન્ટોની જાળમાં ફસાયા બાદ ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલવાના જાસૂસીના આરોપમાં રાજસ્થાન પોલીસની ગુપ્તચર ટીમે આર્મી યુનિફોર્મ સ્ટોર સંચાલકની ધરપકડ કરી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) સંજય અગ્રવાલે કહ્યું કે, આરોપી આનંદરાજ સિંહ (ઉ.વ.22) સેનાની…

ચૂંટણી જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ થશે, નવી યોજનાઓનું એલાન નહીં થઈ શકે

આદર્શ આચારસંહિતાનો અર્થ પાર્ટીઓ-ઉમેદવારો માટે બનેલી ગાઈડલાઈન છે, આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી પરિણામો જાહેર થવા સુધી લાગુ રહે છે નવી દિલ્હી છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે…

ચિરાગના સમર્થનમાં લેવાયેલા નિર્ણયથી પશુપતિ પારસ નાખુશ, ઉપેન્દ્ર કુશવાહ ચૂપ

ચૂટણી પહેલાં બિહારમાં કેટલિક સાથી પાર્ટી ભાજપથી નારાજ હોવાના સંકેત નવી દિલ્હી બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ને પાંચ લોકસભા બેઠકો મળ્યા બાદ ચિરાગ પાસવાન પોતાની વ્યૂહરચનાની જીત માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ચિરાગના સમર્થનમાં લીધેલા નિર્ણયથી પશુપતિ પારસ ના ખુશ છે. ઉપરાંત તેના રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ચુપ્પી સાધી છે….

ઈડી જેની પાછળ પડી હતી તે કંપનીએ 1350 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા

ફ્યુચર ગેમિંગ એ જ કંપની છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માર્ચ 2022માં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી હતી નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા…

સગીરાના જાતીય શોષણ મામલે યેદિયુરપ્પા સામે કેસ દાખલ કરાયો

એફઆઈઆર પોક્સો અને 354 (એ) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી, યેદિયુરપ્પાના કાર્યાલયે જ 53 કેસોની યાદી જાહેર કરી બેંગલુરુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા સામે પોલીસે એક ગંભીર કેસ દાખલ કર્યો છે. માહિતી અનુસાર તેમની સામે સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોક્સો…

ભારતના તિરુવનંતપુરમમાં રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું

રશિયન નાગરિકોએ રશિયન હાઉસમાં સ્થિત રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે ખાસ આયોજિત બૂથ પર મતદાન કર્યું નવી દિલ્હી રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરના રશિયનો મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના કેરળ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું….

કેરળમાં એક માસમાં ગાલપચોળિયાનાં 2505 કેસ નોંધાયા

ગાલપચોળિયા એક વાયરલ ચેપ છે, જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને તેના મોટાભાગના કેસો મલપ્પુરમ જિલ્લા અને બાકીના ઉત્તર કેરળમાંથી નોંધાયા છે થિરુવનંતપુરમ કેરળ રાજ્યમાં ગાલપચોળિયાંના કેસમાં અચાનક થયેલા વધારાએ પરિસ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે. એક દિવસમાં 190 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે અને એક મહિનામાં 2505 કેસ નોંધાયા છે. વાસ્તવમાં,…

ભાજપે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધું હોય એમ લાગે છે

ગત લોકસભા ચૂંટણીમાં નકુલ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા, કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ નકુલનાથે ગુરુવારે ભાજપ પર ધર્મને રાજકીય મંચ પર લાવવા અને એવુ સાબિત કરવાનો આરોપ લગાવ્યો જેમ કે તેમની પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધુ હોય. ગત…

ક્યાંકને ક્યાંક લાભના બદલામાં લાભ આપવાનું કામ થયુઃ કપિલ સિબ્બલ

પીએમ મોદીએ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપતા ન ખાઉંગા ન ખાને દુંગા વાત કહી હતી જે ટાંકીને કોંગ્રેસ નેતાના મોદી પર પ્રહાર નવી દિલ્હી રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે ચૂંટણી બોન્ડની માહિતી જાહેર થયા બાદ તેને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડની માહિતી પરથી જાણી શકાય…

ચૂંટણી બોન્ડના નંબરો જાહેર ન કરવા બદલ એસબીઆઈને સુપ્રીમની ફટકાર

નંબરો જાહેર કરવાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે એસબીઆઈ પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી,  અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પૂછ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડના નંબરો કેમ જાહેર…

ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે

મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરવાની ચૂંટણી પંચ દ્વારા માહિતી અપાઈ નવી દિલ્હી  છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે…

નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી

અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે નવી દિલ્હી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ સાથેની બેઠકમાંથી બહાર આવતાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા…

વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ મોદી, બીજા ક્રમે રાહુલ ગાંધી

ભાજપ છેલ્લી બે ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહ્યો છે અને ત્રીજી ચૂંટણી પણ તેમના ચહેરા પર જ લડશે, પરંતુ વિપક્ષે પીએમ પદ માટે પોતાનો ચહેરો જાહેર કર્યો નથી નવી દિલ્હી આગામી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદગી ધરાવતા ચહેરો બની ગયા છે. એક સર્વેમાં આ વાત…

કોંગ્રેસ પાસે ચૂંટણી ભંડોળની ભયંકર અછત હોવાની ખડગેની કબૂલાત

બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં મળેલા પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી હવે લોકસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી છે અને તે પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની ખરાબ હાલત અંગે સંકેત આપી દીધા છે. ખડગેએ સંકેત આપ્યો હતો કે કોંગ્રેસ…

દિલ્હીની ઈમારતમાં ભીષણ આગ, ગુંગળાઈ જતાં ચારનાં મોત

પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન (28) અને પાંચ તથા ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે થઇ નવી દિલ્હી દિલ્હીના શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ગુંગળામણને લીધે બે બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન…

ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ અને મૈસૂરના પૂર્વ રાજ પરિવારના વડા યદુવીર કૃષ્ણદત્તને ટિકિટ

ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જો કે આ પૈકી 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા નવી દિલ્હી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં બે રાજવી પરિવારના વંશજોના નામ પણ સામેલ છે. 72 ઉમેદવારોની આ યાદીમાં ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ દેબબર્મા અને ભૂતપૂર્વ મૈસૂર રાજવી પરિવારના…

રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિને દેશમાં એક સાથે ચૂંટણીનો રિપોર્ટ સોંપ્યો

પેનલે ભલામણ કરી છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે નવી દિલ્હી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ‘એક દેશ એક ચૂંટણી’ને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ…

અશ્લિલ સામગ્રી દર્શાવતી 18 ઓટીટી અને 19 વેબસાઈટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાના કારણે આ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટ્સને બ્લોક કરવામાં આવી નવી દિલ્હી ભારતમાં એક સમયે બિભત્સ સામગ્રી પર આકરા નિયંત્રણો હતા પરંતુ ઓટીટી અને ઈન્ટરનેટના જમાનામાં બિભત્સ કન્ટેન્ટની આખી દુનિયા ખુલી ગઈ છે. તેના કારણે સમાજ પર પડતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને સરકારે આજે…