બિમાર પત્નીના સારા સ્વાસ્થ્ય માટે પ્રચંડ મહાકાલની શરણે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને ત્યાં ફક્ત તેની પત્નીના નામ પર જ પૂજા કરી હતી ઉજૈનભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું. પહેલા તે ઈન્દોર પહોંચ્યા અને પછી ઉજ્જૈન જવા રવાના થયા હતા. પ્રચંડને મળવા…

જાપાનમાં દારૂનું સેવન કરનારા ઘટતાં સરકારની આવક પર અસર

જાપાનમાં યુવા વર્ગમાં દારૂ પીવાનુ પ્રમાણ 60 વર્ષ વટાવી ગયેલા સિનિયર સિટિઝન્સ કરતા પણ ઓછુ, 1995માં જાપાનમાં 26 ગેલન દારૂ પીવાતો, 2020માં તે ઘટીને 20 ગેલન થઈ ગયો ટોકિયોદુનિયાના મોટા ભાગના દેશોમાં દારૂનુ સેવન કરનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાપાનની વાત અલગ છે.જાપાનમાં ઉલટી ગંગા વહી રહી છે અને દારૂ પીનારાની સંખ્યા ઘટી રહી…

પત્નીની હત્યાનો આરોપી ભદ્રેશ પટેલ આએફબીના મોસ્ટ વોન્ટેડની યાદીમાં

દંપતિ 2014 માં વિઝિટર વિઝા પર યુએસ ગયું હતું અને હેનોવર, મેરીલેન્ડમાં એક ડોનટ્સ શોપમાં કામ કરતા હતા વોશિંગ્ટનઅમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. એપ્રિલ 2015માં મેરીલેન્ડમાં તેની પત્નીની હત્યા બાદ ભદ્રેશ ફરાર થઇ ગયો હતો….

મને લાગે છે કે મારો આઈફોન ટેપ થઈ રહ્યો છેઃ રાહુલ ગાંધી

પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના મુદ્દા વિશે વાત કરતા રાહુલે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું સિલિકોન વેલીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બુધવારે સિલિકોન વેલીમાં સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યમીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ફરી એકવાર ફોન ટેપિંગનો મુદ્દો ઉઠાવતા તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના…

દેશના નાગરિકોને સૌથી ખરાબ પરિસ્થિતિના સામના માટે તૈયાર રહેવા ચીનની તાકીદ

નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકને સંબોધતા જિનપિંગે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી અને ક્ષમતાઓને મોર્ડન બનાવવાના પ્રયાસો પર ભાર મૂક્યો બિજિંગઅ્મેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ચીનના સબંધો અત્યંત તંગ બની ચુકયા છે. બીજી તરફ ભારત સાથે પણ ચીનનો સરહદ વિવાદ ચાલી રહ્યો છે. તાઈવાન સામે પણ ચીન બાંય ચઢાવી ચુકયુ છે.આ સંજોગોમાં હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે…

ચીને એલએસી પર એરસ્ટ્રીપ્સ, હેલિપેડ, રેલ્વે સુવિધાઓ, મિસાઈલ બેઝ અને પુલ બનાવ્યા

સેટેલાઈટ દ્વારા મોકલાયેલી તાજેતરની તસવીરો ચીનના નાપાક ઈરાદાઓને ઉઘાડા પાડી રહી છે નવી દિલ્હીચીનની હરકતો દર્શાવે છે કે તે સરહદ વિવાદ અંગે કેવી રીતે બેવડું ધોરણ અપનાવી રહ્યો છે. 2020 માં ગલવાન વિવાદ પછી ભારત સાથે કમાન્ડર સ્તરે વાતચીતના ઘણા રાઉન્ડ થયા , જેમાં તે સરહદ પર શાંતિ જાળવી રાખવાની વાત કરી ચૂક્યો છે. તેમ…

યુએસએ યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી

પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ, આ નવા શિપમેન્ટ સાથે યુક્રેનને અમેરિકી સહાયનો કુલ આંકડો 37.6 બિલિયન ડોલરને આંબી જશે વોશિંગ્ટનપેન્ટાગોને યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી હતી. પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે આ નવા…

લોનની મર્યાદા વધારતું બિલ પાસ થતાં અમેરિકા નાદાર નહીં થાય

અમેરિકામાં લોન લેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5 જૂન હતી, જો આવું ન થયું હોત તો અમેરિકા ઈતિહાસમાં પહેલીવાર નાદાર થઈ ગયું હોત વોશિંગ્ટનઅમેરિકા હવે નાદાર નહીં થાય. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ટ્રેઝરી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના પાંચ દિવસ પહેલા લોન લેવાની મર્યાદા વધારવાનું બિલ પસાર કર્યું હતું. અમેરિકામાં લોન લેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5…

નવ વર્ષ પહેલાં ભારત-નેપાળ માટે હિટ ફોર્મ્યુલા, હવે સુપરહિટ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયાઃમોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારના બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું, નવી ટ્રેનથી આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલી ગયા અરરિયાભારત અને નેપાળની મિત્રતાનો આજે ખુબ મહત્વનો દિવસ છે. ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભારતના વડાપ્રધાન મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવી…

રાહુલ ગાંધીએ અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ.આ પહેલા રાહુલ ગાંધીને જોકે અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડી હતી. રાહુલ ગાંધી સાથે ઘણા મુસાફરોએ સેલ્ફી પણ લીધી હતી. કોમન મેનની જેમ રાહુલ ગાંધી ઈમિગ્રેશન માટેની લાઈનમાં પોતાનો વારો આવે તેની…

પાકિસ્તાને બાકી રકમ ન ચુકવતા મલેશિયાએ વિમાન જપ્ત કર્યું

કુઆલાલમ્પુરપાકિસ્તાન કંગાળ બની ગયુ છે તે હવે આખી દુનિયા જાણી ચુકી છે અને તેના કારણે દુનિયાના બીજા દેશોમાં પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.પાકિસ્તાનના મિત્ર કહેવાતા મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી પાકિસ્તાને નહીં કરી હોવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનુ બોઈંગ 777 પ્રકારનુ વિમાન જપ્ત કરી લીધુ છે.બંને દેશો વચ્ચે સારા સબંધ હોવા છતા મલેશિયાએ પાકિસ્તાનને તેની ઓકાત…

પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક સંકટ આગામી ચૂંટણી સુધી રહેશે

વોશિંગ્ટનપાકિસ્તાનમાં રાજકીય સંકટ સાથે આર્થિક સંકટ પણ વધુ ખરાબ બનતુ જઈ રહ્યું છે. જો કે તેની સૌથી વધુ અસર દેશના ગરીબ અને મધ્યમ વર્ગને થઈ રહી છે. હાલ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લોટની બોરીઓ અને રાશન માટે લોકો લડી રહ્યા છે. પાકિસ્તાનની આ સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે…

મોદી ભગવાનને પણ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે તે સમજાવી શકે છેઃ રાહુલ ગાંધી

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા હતા. અહીં સાન ફ્રાન્સિસ્કોમાં તેઓ ભારતીયોને મળ્યા અને તેમને સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી હતી. હું પણ યાત્રામાં સામેલ હતો. અમે જોયું છે કે ભારતમાં રાજકારણના સામાન્ય સાધનો (જેમ કે જાહેર સભા, લોકો સાથે વાત કરવી,…

ચીનના લડાકૂ વિમાને યુએસ સેનાના વિમાન સામે આક્રમકતા બતાવી

વોશિંગ્ટનઅમેરિકાએ જણાવ્યું કે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા ચીનના લડાકૂ વિમાને અમેરિકી આર્મીના વિમાન સામે આક્રમકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના સૈન્ય કમાન્ડરે કહ્યું કે ચીનનું જે-16 વિમાન ગત અઠવાડિયે અમેરિકાના વિમાન સામે આવી ગયું હતું અને તેણે કળાબાજી બતાવી હતી. જેના લીધે યુએસ આરસી -135 વિમાને ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો.ચીનના…

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરતાં જાપાનમાં એલર્ટ, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા નિર્દેશ

ટોકિયોસૈન્ય જાસૂસ ઉપગ્રહની પુષ્ટિ કર્યાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આજે સંભવિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.જોકે, દક્ષિણ કોરિયાના સૈન્યના નિવેદન બાદ બુધવારે સવારે જાપાને ઓકિનાવા વિસ્તાર માટે તેની મિસાઈલ ચેતવણી પ્રણાલી સક્રિય કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને એલર્ટ જારી…

જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

ટોકિયોજાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ પોતાના મિત્રો સાથે પીએમના સત્તાવાર નિવાસ સ્થાનમાં પાર્ટી કરી હતી અને તેની તસવીરો ખેંચાવી હતી. જેનાથી દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો. એ પછી વડાપ્રધાન…

મેમોરિયલ ડેની ઉજવણીમાં હોલિવૂડ બીચ પર ગોળીબાર, નવ ઘાયલ

ફ્લોરિડાઆખી દુનિયાને માનવાધિકારો માટે સલાહ આપતુ અમેરિકા પોતાના જ દેશમાં ગન કલ્ચરને રોકી શકવામાં નિષ્ફળ રહ્યુ છે. જાહેર સ્થળોએ ફાયરિંગની વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લોરિડામાં મેમોરિયલ ડેની ઉજવણીના દિવસે હોલીવૂડ બીચ પર ભારે ભીડ હતી અને તે સમયે જ ગોળીબાર થતા નવ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ ટીન એજરનો…

અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા

ફિલાડેલ્ફિયાઅમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. યુએઈના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર જુડ ચાકો નામનો વિદ્યાર્થી મૂળ કેરાલાનો છે. તેના માતા પિતા 30 વર્ષ પહેલા કેરાલા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા.ચાકો ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. નોકરી…

ચીનની ગેરકાયદે ગતિવિધિ રોકવા ભારત સહિત 14 દેશોના સહકાર કરાર

નવી દિલ્હીદુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહેલા ચીનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. એક તરફ ચીને નાના અને નબળા દેશોને દેવાની જાળમાં ફસાવીને ગરીબ કરી દીધા છે. એવામાં, પ્રશાંત મહાસાગર દ્વારા સરહદ અને આર્થિક કોરિડોર સુધી ઘૂસણખોરી વધારીને ગેરકાયદે ગતિવિધિઓ કરવાની ચીનની યોજનાઓ હવે નિષ્ફળ જવાની છે. ચીનની આ ગતિવિધિઓને રોકવા માટે 14 દેશોએ…

ઈમરાનના ખાસ ફવાદ ચૌધરીનું પીટીઆઈમાંથી રાજીનામું

ઈસ્લમાબાદપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સતત ઝટકો લાગી રહ્યો છે. ઈમરાન ખાનની નજીકના અને તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએપાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 9 મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર પીટીઆઈના નેતાઓ પર સતત કડક કાર્યવાહી કરી રહી છે. જેના કારણે ઈમરાનના નજીકના મિત્રો પાર્ટી છોડી રહ્યા છે.ઈમરાનની સરકારમાં માહિતી…