અનુપમા ફેમ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન

ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ મુંબઈ ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેના આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઋતુરાજના સારા મિત્ર અમિત બહલે તેના…

અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

સુહાનીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું ફરિદાબાદ ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની પુત્રી બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ…

ઊડાન ફેમ અભિનેત્રી કિવતા ચૌધરીનું હૃદયરોગના હુમલાથી નિધન

કવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા અમૃતસર  મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ…

ઝિનત અમાને યુવાઓને રિલેશનશિપ ટિપ્સ આપી

તમારો પરિવાર જાતિ, વર્ગ, ધર્મ, લિંગ કે અન્ય કોઈ મુદ્દાને કારણે તમારા સંબંધનો વિરોધ કરે છે, તો તેમને પડકાર આપો મુંબઈ 70 અને 80ના દાયકાની સુંદર અને બોલ્ડ અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમણે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું હતું, ત્યારબાદ તે તેના ચાહકોને સતત અપડેટ્સ આપી રહી…

કાનપુરનો શખ્સ પૂનમ પાંડે-પતિ સામે 100 કરોડનો દાવો કરશે

કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી કાનપુર પોતના મૃત્યુના ફેક ન્યુઝ ફેલાવીને મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુસીબતમાં ફસાઈ છે. પૂનમ અને તેના પતિ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆરમાં ફરિયાદીને એવો દાવો કર્યો હતો કે પૂનમ…

અભિનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા

મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે, તેમની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી મુંબઈએક્ટર-રાજનેતા મિથુન ચક્રવર્તીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિથુનને કોલકાતાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના અનુસાર, એક્ટરને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.મિથુન…

‘મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો…પૂનમ પાંડેની પોસ્ટ વાયરલ

સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા વધારવા માટે પોતાના મૃત્યુનો પેક મેસેજ કર્યો હોવાનો બચાવ મુંબઈપૂનમ પાંડેએ જ્યારથી પોતાના મૃત્યુના ફેક ન્યૂઝ ફેલાવ્યા છે ત્યારથી એક્ટ્રેસ સતત ચર્ચામાં છે. પહેલા પૂનમે ફેક ડેથ સ્ટંટ રમ્યો અને પછી આગલા દિવસે એક વીડિયો દ્વારા કહ્યુ કે આ બધુ તેમણે સર્વાઈકલ કેન્સર વિરુદ્ધ જાગૃતતા માટે કર્યું છે. જેવા જ સમાચાર…

શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને પ્રતિષ્ઠત ગ્રેમી એવોર્ડ મળ્યો

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો લોસ એન્જલસલોસ એન્જલસમાં ગઈકાલે 66મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ દરમિયાન, ગાયક ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. આ ઉપરાંત ગ્રેમી એવોર્ડ્સ 2024માં ભારતીય સંગીતકારોનો પણ દબદબો જોવા મળ્યો હતો….

JioCinema 23મી ફેબ્રુઆરીથી શરૂ થતા સેલિબ્રિટી ક્રિકેટ લીગની 10મી સીઝનનું લાઇવ-સ્ટ્રીમ કરશે!

મુંબઈ ભારતના અગ્રણી સ્ટ્રીમિંગ ડેસ્ટિનેશન JioCinema એ સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીના અનુસંધાનમાં, પ્લેટફોર્મ ફક્ત સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન 10 નું લાઇવ-સ્ટ્રીમ કરશે. અંતિમ રમતગમતના સ્પેક્ટેકલ તરીકે ગણવામાં આવે છે, CCL એ રમતગમત અને મનોરંજનનું સંકલન છે અને ભારતમાં તેના પ્રકારનું એકમાત્ર IP છે. ચાર વીકએન્ડમાં ફેલાયેલી અને…

મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેરી લીધો

મુનવ્વર ભીડમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે પડી ગયો મુંબઈ બિગ બોસ 17 ના વિનર મુનવ્વર ફારુકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી. ટ્રોફી જીતીને આવેલા મુનવ્વરની એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં મુનવ્વરને લઈને લોકોની દીવાનગી જોવા મળી રહી છે….

હનુમાન ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુ

હનુમાન ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો મુંબઈપ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે…

અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યો

અમિતાભ બચ્ચન અયોધ્યામાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. 14.5 કરોડ છે મુંબઈ અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી…

પૂનમ પાંડેએ માલદીવમાં શૂટિંગ રદ કર્યું, બચ્ચને પણ વિરોધ કર્યો

અમે ભારતીય છીએ, અમે આત્મનિર્ભર છીએ, અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડોઃ અમિતાભ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જ્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. જો કે, આનાથી માલદીવના કટ્ટરપંથીઓ ગુસ્સે થયા અને તેઓએ ભારત અને પીએમ મોદીને ગાળો આપવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, પીએમ મોદીએ લક્ષદ્વીપમાં પર્યટનને…

યશના કટઆઉટ લગાવતા સમયે કરંટથી ત્રણનાં મોત

આ ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા નવી દિલ્હીસાઉથના સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતાએ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધુ છે. દેશભરમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ‘કેજીએફ’ ફેમ યશ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી…

ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં બાર્બી અને ઓપનહાઇમર જેવી ફિલ્મોનો દબદબો

ઓપનહાઇમરને બેસ્ટ પિક્ચર ડ્રામાનો એવોર્ડ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ લોસ એન્જલસવિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024’ની શરૂઆત અમેરિકાના લોસ એન્જલસ થઈ છે. તમાની નજર આ એવોર્ડ પર છે. આ વખતે ;ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં ‘બાર્બી’ અને ઓપનહાઇમર’ જેવી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે.‘ઓપનહાઇમર’ને બેસ્ટ પિક્ચર…

100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન

24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું થિરૂવનંતપુરમકેરળની એક મહિલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 100થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. આ શો દુબઈમાં યોજાયો હતો, જે જીતીને મહિલાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે…

સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે, પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી નવી મુંબઇગયા વર્ષે, એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોય તેવો એક મામલો સામે આવ્યો…

PVR Inox દ્વારા ‘અનમિસેબલ હિટ્સ’ ફિલ્મ ફેસ્ટિવલ

2023 ના બ્લોકબસ્ટર ફરીથી થિયેટરોમાં રજૂ કરવામાં આવશે આ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શકો જવાન, ગદર 2, ટાઇગર 3 અને પઠાણ જેવી ફિલ્મોનો રોમાંચ ફરી અનુભવી શકશે PVR Inoxum Limited, ભારતની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઇન એક અનોખા અને આકર્ષક ફિલ્મ ફેસ્ટિવલ – અનમિસેબલ હિટ્સ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ પ્રેમીઓ…

ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન

કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા ચેન્નાઈઅભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમની પાર્ટીના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.દક્ષિણના સુપરસ્ટાર અને દેસિયા…

જય માતા દી કહીને કેક પર દારૂ સળગાવવા સંદર્ભે રણબીર સામે ફરિયાદ

કપૂર પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજોઈને નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યાનો ફરિયાદીનો આરોપ મુંબઈબોલીવુડ અભિનેતા રણબીર કપૂર એક વિવાદમાં ફસાઈ શકે છે. તાજેતરમાં જ એનિમલ એક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રણબીર અને તેમના પરિવારના સભ્ય ક્રિસમસ મનાવતા કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાડવામાં આવી રહી હતી….