વર્લ્ડ કપમાં પાક. તરફથી સૌથી વધુ 90 રન આપનાર આફ્રિદી પ્રથમ બોલર

હરિસ રઉફના નામે પણ એક શરમજનક રેકોર્ડ, વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો નવી દિલ્હી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 34મી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બાબર આઝમનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6…

કોચ્ચિમાં ભારતીય નેવીના ચેતક હેલિકોપ્ટરને દુર્ઘટના, અધિકારીનું મોત

નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પરની ઘટના, હેલિકોપ્ટરમાં બે જણા સવાર હતા થિરૂવનંતપુરમ કેરળથી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.  માહિતી અનુસાર આ દુઘર્ટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી…

LALIGA EA SPORTS Matchday 12 પૂર્વાવલોકન: રીઅલ મેડ્રિડ રેયો વાલેકાનોનો સામનો કરવા માટે બર્નાબ્યુમાં પરત ફરી, જ્યારે બાર્સા પાસે રીઅલ સોસિએદાદ ખાતે કઠિન ગેમ છે

LALIGA EA SPORTS ટાઇટલ રેસ ગરમ થઈ રહી છે, જેમાં રિયલ મેડ્રિડ અને Girona FC ગત સપ્તાહમાં તેમની જીત બાદ 28 પોઈન્ટ પર આગળ અને સ્તર પર છે. લોસ બ્લેન્કોસ માટે, તેઓ જુડ બેલિંગહામ બ્રેસને આભારી સિઝનના પ્રથમ ELCLASICOમાં વિજય મેળવ્યો હતો અને તેઓ આ સપ્તાહના અંતે બર્નાબ્યુમાં પાછા ફર્યા હતા, જ્યારે FC બાર્સેલોના જ્યારે…

LALIGA ની એકેડેમી વિશ્વ મંચ પર અલગ છે

CIES ફૂટબોલ ઓબ્ઝર્વેટરીના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે રીઅલ મેડ્રિડની એકેડમીમાં યુરોપની પાંચ મુખ્ય લીગમાં રમતા સ્નાતકોની સૌથી વધુ સંખ્યા છે, જ્યારે એથ્લેટિક ક્લબ તેની પોતાની પ્રથમ ટીમમાં સૌથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરતી ક્લબ છે. CIES ફૂટબોલ ઓબ્ઝર્વેટરીએ ક્લબોની સમીક્ષા કરતો અભ્યાસ હાથ ધર્યો છે કે જેની એકેડેમી વિવિધ ફૂટબોલ લીગમાં સૌથી વધુ…

મુસ્લિમ હોવાના લીધે મારા પર રાહુલ આરોપ લગાવે છેઃ ઓવૈસી

રાહુલ ગાંધીએ એઆઈએમએઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો હૈદ્રાબાદ તેલંગાણામાં 119 વિધાનસભાની બેઠકો માટે 30મી નવેમ્બરે મતદાન થનાર છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી રહ્યા છે તેવામાં પ્રચારમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો તેમજ નિવેદબાજી ચાલુ છે. રાહુલ ગાંધીએ ઓવૈસી પર ભાજપ પાસેથી પૈસા લેઈને પોતાના ઉમેદવારો…

વાનખેડે સ્ટેડિયમમાં સારા..સારાના નારા લાગ્યા, વિરાટે શુભમનને ચિયર કરવા કહ્યું

ગિલ ખરાબ શોટનો શિકાર બન્યો હતો, જે બાદ સારા તેંડુલકરનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમે એક પછી એક તમામ 6 મેચ જીતી છે. અને તેની સાતમી મેચમાં તે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં શ્રીલંકા સામે આવી છે. જેમાં ભારતે શ્રીલંકાને 302 રને હરાવીને…

હમાસના ક્રૂર હુમલા બાદ અમારા માટે આ આત્મરક્ષાની લડાઈઃ ઈઝરાયેલ

ગાઝા પટ્ટીમાંથી હમાસની સત્તા અને આતંકવાદનો ખાત્મો કરીને જ ઝંપવા ઈઝરાયેલનો હુંકાર જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને મહિનો થવા આવ્યો છે પણ લડાઈ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક દિવસ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને ઈઝરાયલ અને હમાસને થોડાક સમય માટે યુદ્ધ રોકી દેવા અપીલ પણ કરી હતી. જોકે બાયડેનની…

રાજ્યપાલને સમન્સ પાઠવનારા એસડીએમ અને ડીએમના પેશકાર નિલંબિત

તહેસીલના એસ.ડી.એમ.એ. જ્યુડીશ્યલ કોર્ટના પણ કાનૂની રાજકીય-નિયમોની પણ પરવાહ કર્યા સિવાય રાજ્યપાલનાં નામે, સમન્સ મોકલ્યો હતો લખનૌ   ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સીનીયર ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજ્યપાલને સમન્સ મોકલી તેઓની સમક્ષ હાજર થવાં ‘હુકમ’ કર્યો હતો. આ સમન્સ મળતાં રાજભવનમાં ધમાલ મચી ગઈ. પરંતુ તે સમન્સનો તુર્ત જ જવાબ પાઠવતાં ‘સ્પેશ્યલ-સેક્રેટરી-ટુ-ધ-ગવર્નર’ દ્વારા ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (કલેકટર)ની ઓફીસને…

દિલ્હીમાં જીઆરએપીના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના

બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો નવી દિલ્હી મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) ના સ્ટેજ III ને લાગુ…

એથિક્સ કમિટિ સમક્ષ વસ્ત્રાહરણ થયાનો મહુઆ મોઈત્રાનો આક્ષેપ

સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો નવી દિલ્હી પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપને લઈને વિવાદ શમી રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટી સમક્ષ જ્યારે તેઓ હાજર થયા ત્યારે તેમનું વસ્ત્રહરણ કરાયું.  તેમણે…

પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન જરુરી છે પણ આતંકવાદ અસ્વીકાર્યઃ ભારત

પેલેસ્ટાઈનના મુદ્દાના ઉકેલ માટે ટુ-સ્ટેટ સોલ્યુશનનો વિકલ્પ હોવો જોઈએઃ જયશંકર રોમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રોમમાં આયોજિત સંયુક્ત સત્રમાં ભારતના વિદેશમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે 7મી ઓકટોબરે જે થયું તે મોટું કૃત્ય હતું. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે જેનાથી મધ્ય…

આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા

સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા છે ઈમ્ફાલ વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને…

લોકસભાની ચૂંટણી લડવાના કંગના રનૌતે સંકેત આપ્યા

જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો લોકસભાની ચૂંટણી લડીશઃ કંગના મુંબઈ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણે કહ્યું છે કે…

જળ જીવન મિશન કૌભાંડમાં રાજસ્થાનમાં આઈએએસ અધિકારીને ત્યાં ઈડીના દરોડા

રાજસ્થાનમાં આશરે 25 જેટલાં ઠેકાણે હાલમાં દરોડાની કાર્યવાહી કરવા ઇડીની ટીમ પહોંચી, અધિકારીઓમાં કાર્યવાહીથી ભારે ફફડાટ જયપુર રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ઈડીની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ…

2026થી કાયમી ઈમિગ્ર્ટસ નહીં વધારવાનો કેનેડાનો નિર્ણય

કેનેડા સરકારનું 2024માં 4,85,000 પરમેનન્ટ રેસિડેન્ટને તેમજ 2025માં આ સંખ્યા વધારીને પાંચ લાખ સ્થાયી કરવાનું લક્ષય ટોરેન્ટોદર વર્ષે કેનેડામાં સ્થાયી થવા માટે લોકો સપનું જોતા હોય છે તેમા પણ ભારતમાંથી કેનેડા સ્થાયી થતા લોકોની સંખ્યા ઘણી વધારે છે ત્યારે હવે કેનેડામાં કાયમી રહેવાસી બનાવનું સપનું જોનારાને એક મોટો ઝટકો લાગી શકે છે. કેનેડાની સરકારે 2026થી…

ઉપરાષ્ટ્રપતિને મળીને માફી માગવા રાઘવ ચઢ્ઢાને સુપ્રીમની સલાહ

રાજ્યસભાના સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે નવી દિલ્હીઆમ આદમી પાર્ટી (આપ) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાને સસ્પેન્ડ કરવા મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે રાઘવ ચડ્ઢાને કહ્યું કે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડને જઈને મળો અને તેમનાથી બિનશરતી માફી માગી લો. કોર્ટે કહ્યું કે સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે. આ…

વેગનર ગ્રુપ દ્વારા હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી

ઈઝરાયલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે મોસ્કોઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાયલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તે હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું…

ભારત બીજા દેશામાં જાસૂસી કરતું હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નિવેદન આપીને કતાર સહિતના ખાડી દેશોને ભડકાવવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હીભારતીય નૌસેનાના નવ પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં કતારે ફાંસીની સજા ફટકાર્યા બાદ આ વિવાદમાં હવે પાકિસ્તાને ભારત સામે ઝેર ઓકવાનો મોકો શોધી લીધો છે.પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં…

પાંચ વિકેટ બાદ શમીએ બોલિંગ કોચ પારસ મહામ્બ્રે તરફ ઈશારો કર્યો

ઘટનાનો ખુલાસો કરનારા શુભમન ગિલે શમીએ બોલિંગ કોચ તરફ ઈશારો શા માટે કર્યો તેનું કારણ જણાવ્યું ન હતું મુંબઈમોહમ્મદ શમીએ ગઈકાલે ઘાતક બોલિંગ કરતા શ્રીલંકાની ટીમ 55 રન પર જ ઢેર થઈ હતી અને ભારતે આ મેચ 302 રને જીતી હતી. મોહમ્મદ શમીએ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે પાંચ વિકેટ ઝડપ્યા બાદ બોલને પોતાના…

ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો યુએસકામાં ઘૂસણખોરી કરતા પકડાયા

છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ વોશિંગ્ટનભારતના લોકોનો અમેરિકા માટેનો ક્રેઝ જાણીતો છે. યેન કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા માટે ભારતના ઘણા લોકો ગમે તે કરી છુટવા માટે તૈયાર હોય છે.અમેરિકાના વિઝા લઈને જનારા ભારતીયોની સાથે સાથે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસવા માંગતા ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે….