વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને સૌથી વધુ 39 વિકેટ

Spread the love

પે વર્લ્ડ કપમાં 20 વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ 14.07 અને સ્ટ્રાઈક રેટ 16.97ની છે, વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે


નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ2023ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્ઠી મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ભારતની આ જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે 3 જયારે મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમી વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં બેસ્ટ બોલર બની ગયો છે.
મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે 7 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ તેની પહેલી અને ત્રીજી ઓવરમાં સતત 13 ડોટ બોલ ફેંકી 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે પહેલા સ્ટોક્સને અને પછી બેયરસ્ટોને બોલ્ડ કર્યો હતો. શમીએ તેની 7 ઓવરમાં 5.3 ઓવર ડોટ ફેંકી હતી.
મોહમ્મદ શમીની આ વન-ડે વર્લ્ડ કપ2023માં બીજી મેચ હતી. તેણે 2 મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે. શમીએ આ 9 વિકેટ સાથે વન-ડે વર્લ્ડ કપમાં કુલ 39 વિકેટ ઝડપી છે. શમીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે. આ 13 મેચમાં જ તે વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર બની ગયો છે. વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી 20 વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ 14.07 અને સ્ટ્રાઈક રેટ 16.97ની છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

Total Visiters :167 Total: 1498633

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *