પેટાઃ નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ
નવી દિલ્હી
નાણા મંત્રાલય દર મહિને માસિક જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરે છે. આ આંકડો દર્શાવે છે કે દર મહિને કેટલો જીએસટી વસૂલવામાં આવે છે. વાસ્તવમાં સરકારે કરચોરી રોકવા માટે જીએટી શરૂ કરી હતી. હવે સરકાર લોકોને જીએસટી ચૂકવવા માટે ઘણા અભિયાનો પણ ચલાવી રહી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.72 લાખ કરોડ રહ્યું હતું. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે. આ કલેક્શન ગયા વર્ષે ઓક્ટોબર 2022માં થયેલા 1.52 લાખ કરોડ રૂપિયા કરતાં 13 ટકા વધુ છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023 માટે જીએસટી રેવન્યુ કલેક્શન રૂ. 1.72 લાખ કરોડ છે, જે એપ્રિલ 2023 પછી બીજા ક્રમે છે. આ વાર્ષિક ધોરણે 13 ટકા સુધીનો વધારો દર્શાવે છે.
1.87 લાખ કરોડ રૂપિયાની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) થી અત્યાર સુધીની સૌથી વધુ આવક એપ્રિલ 2023 માં નોંધાઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા છે, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ છે.
ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ 70 હજાર કરોડના આંકડાને પર કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગૂડ્સ એન્ડ સર્વિસ કલેક્શન થયું છે. આવું બીજી વાર બન્યું છે કે કલેક્શન આ લેવલ સુધી પહોંચ્યું હોય. ઓકટોબરનું જીએસટી કલેક્શન વાર્ષિક 13 ટકા વધ્યું છે. એક વર્ષ પહેલા ઓક્ટોબર 2022માં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
નાણા મંત્રાલયે કહ્યું કે ઓક્ટોબર 2023નું જીએસટી કલેકશન એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો છે. એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2023-24માં એવરેજ માસિક જીએસટી કલેક્શન ₹1.66 લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષ કરતા 11 ટકા વધુ છે.
જીએસટી કલેક્શન ₹1,72,003 કરોડ છે, જેમાં ₹30,062 કરોડ સીજીએસટી છે. જ્યારે, ₹38,171 કરોડ એસજીએસટી છે. આ સિવાય ₹91,315 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹42,127 કરોડ સહિત) આઈજીએસટી છે. તે જ સમયે, 12,456 કરોડ રૂપિયાનો સેસ છે (સામાનની આયાત પર એકત્રિત કરાયેલા ₹1,294 કરોડ સહિત). કેન્દ્ર સરકારે આઈજીએસટી થી સીજીએસટી માટે ₹42,873 કરોડ અને એસજીએસટીને ₹36,614 કરોડ સેટલ કર્યા છે.