રાજસ્થાનમાં ઈડીના અધિકારી-સાથીની લાંચના કેસમાં એસીબી દ્વારા ધરપકડ

Spread the love

ઈડી અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો


જયપુર
રાજસ્થાનમાં ગઈકાલે ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સીએમ ગહલોતના પુત્ર વૈભવને પણ ફેરા સંબંધિત કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. દરમિયાન રાજસ્થાન એસીબીએ ઈડીના એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડ્યો છે. તેના પર એક કેસની પતાવટ અને ધરપકડ ન કરવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. અધિકારીએ તેના વચેટિયાના માધ્યમથી લાંચ માગી હોવાની માહિતી રાજસ્થાન એસીબી દ્વારા આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડી અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે બાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સી એસીબીએ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીના અધિકારીની ધરપકડ કરી લીધી હતી.
આ મામલે એસીબીએ જણાવ્યું કે, એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. એસીબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, જયપુર-3 યુનિટને એક ફરિયાદ મળી હતી કે ઈડી ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસે 17 લાખની લાંચની રકમ ઈઓ નવલ કિશોર મીણા દ્વારા માંગવામાં આવી હતી. ત્યારબાદ 15 લાખની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *