ગાઝાપટ્ટીને બે ભાગમાં વહેંચી દીધાનો ઈઝરાયેલનો દાવો

Spread the love

ગાઝા નોર્થ ગાઝા અને સાઉથ ગાઝા એમ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે, ઈઝરાયલે તેને યુદ્ધનો મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાવ્યો

જેરૂસલેમ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન બંને તરફથી અત્યાર સુધીમાં કુલ 12000 જેટલાં લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સૌની વચ્ચે ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીને લઈને એક મોટો દાવો કર્યો છે. 

જોકે આ યુદ્ધમાં પેલેસ્ટાઈન અને ગાઝાને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. દરમિયાન ઈઝરાયલના સૈન્યએ (આઈડીએફ) દાવો કર્યો છે કે તેણે ગાઝા શહેરની સંપૂર્ણપણે ઘેરાબંધી કરી લીધી છે. તેના પછી તેમણે ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દીધાનો પણ મોટો દાવો કરી દીધો છે.  ઈઝરાયલી સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે ગાઝા નોર્થ ગાઝા અને સાઉથ ગાઝા એમ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે. ઈઝરાયલે તેને યુદ્ધનો મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાવ્યો છે. ઈઝરાયલી મીડિયા અનુસાર આગામી 48 કલાકમાં ઈઝરાયલી સૈનિકો ગાઝા શહેરમાં પ્રવેશી શકે છે. જ્યારે ગત રાતે નોર્થ ગાઝામાં જોરદાર બોમ્બમારો કરાયો હતો. ગાઝામાં ત્રીજી વખત કનેક્ટિવિટી બંધ કરી દેવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *