ગોવા રબારી કોંગ્રેસમાંથી સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે
ગાંધીનગર
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યાજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો આપતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના બે નેતાઓએ ખેલ પાડી દેઈને કોંગ્રેસના પીઢ નેતાને પોતાની તરફ ખેચવા પ્રયત્ન કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ ત્યારે હવે કોંગ્રેસમાંથી વધુ એક નેતા ભાજપમાં જોડશે કે જેઓ કોંગ્રેસમાંથી સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.
ડીસાના કેંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગઈકાલે ગોવાભાઈ રબારીની બેઠક થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોવા રબારી છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ કેંગ્રેસમાંથી સાત વખત ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત ધાનેરામાં 1995માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો છે.
ગોવાભાઈ રબારી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેઓ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. સંજય રબારીની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી. ગોવાભાઈ રબારીએ કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. ગોવાભાઈ રબારીની ગણતરી કોંગ્રેસના પીઢ નેતામાં થાય છે.