બીએસએનએલ માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી

Spread the love

કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે


નવી દિલ્હી
કેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી પીએસયુ તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ.
કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ બીએસએનએલ માટે આ પહેલું રિવાઇવલ પેકેજ નથી. ટેલિકોમ પીએસયુને નફાકારક કંપનીમાં ફેરવવા માટે કેન્દ્રે જુલાઈ 2022માં બીએસએનએલ ને 4જી અને 5જી સેવાઓ પ્રદાન કરવા માટે રિવાઇવલ પેકેજ આપ્યું હતું. એડવાન્સ સર્વિસ અને ગુણવત્તા, બીએસએનએલની બેલેન્સ શીટની પુનઃપ્રાપ્તિ અને બીએસએનએલના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તરણ પર પેકેજ કેન્દ્રિત હતું.
સરકારનું ધ્યાન બીએસએનએલ પર છે. સરકારે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડને બીએસએનએલ સાથે મર્જ કર્યું હતું. આ મર્જરને કારણે બીએસએનએલને 5.67 લાખ કિમીનું વધારાનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક મળ્યું છે. આ સાથે કંપનીની કનેક્ટિવિટી વધીને 1.85 લાખ ગામો સુધી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *