દેવ દિવાળી બાદ લગ્નો શરૂ થશે, વર્ષમાં લગ્ન માટે માત્ર 44 શુભ મુહૂર્ત

Spread the love

નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે, ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા

અમદાવાદ

દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080 માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે. ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા જયારે આ વર્ષે માત્ર 44 શુભ મુહૂર્તો છે.

નવેમ્બરમાં તા. 27, 28 તથા 29ના દિવસો લગ્ન માટે શુભ છે. ડિસેમ્બર મહિનામાં તા. 6, 7, 8, 14, 15 શુભ છે. આમ ધનારક કમુહૂર્તા પહેલા લગ્નના આઠ મુહુર્ત છે. તા.16-12 થી 14-1 સુધી ધનારક કમુહુર્ત હોવાથી આ સમયગાળામાં લગ્ન થઈ શકે નહિં. જાન્યુઆરીમાં તા. 21, 22, 27, 28, 30 તથા 31 આ દિવસો લગ્ન માટે શુભ છે. ફેબ્રુઆરી મહિનામાં તા. 2, 4, 6, 12, 17, 18, 19, 24, 26, 27, 28, તથા તા. 29 લગ્નના શુભ મુહૂર્તો છે. માર્ચ મહિનામાં તા. 2, 3, 4, 6, 11 તથા તા. 13ના શુભ મુહૂર્તો છે. ત્યારબાદ તા. 14-3 થી 13-4 સુધી મીનારક કમુહૂર્તના કારણે લગ્ન થઈ શકે નહી તથા તા. 17-3 થી 24-3 સુધી હોળાષ્ટક છે. આમ મીનારક તથા હોળાષ્ટકમાં લગ્ન નિષેધ છે. એપ્રિલ મહિનામાં લગ્નના ચાર મુહુર્તો છે. તા. 18, 21, 26 અને 28ના લગ્ન માટે શુભ દિવસ છે. ત્યારબાદ શુક્ર ગ્રહનો અસ્ત થતા તા. 1-5 થી 28-6 સુધી મુહૂર્ત નથી. જયારે ગુરુ ગ્રહનો અસ્ત તા. 7-5 થી 2 જૂન સુધી છે. આમ ગુરુ તથા શુક્રના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. આથી મે મહિનામાં લગ્નના એક પણ મુહુર્ત નથી. જયારે જૂનમાં લગ્નના બે જ મુહુર્તો છે. તેમણે મહિનાની આખર (તા. 29 તથા 30)માં છે. જુલાઈ મહિનામાં તા. 9, 11, 12, 13, 14 તથા 15ના મુહુર્તો છે. તા. 17 જુલાઈના દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે. આથી ત્યારબાદ લગ્નના મુહૂર્તો હોતા નથી. આગામી તા. 14મી  ફેબ્રુઆરીએ વસંત પંચમી છે. જયારે અખાત્રીજ તા. 10મી મેના છે પરંતુ અખાત્રીજના દિવસે ગુરુ-શુક્રનો અસ્ત હોતા લગ્ન થઈ શકશે નહિં. વર્ષ દરમ્યાન લગ્નના માત્ર 44 મુહૂર્તો છે. તેમાં પણ ઉનાળામાં માત્ર 12 મુહૂર્તો છે. સૌથી વધારે ફેબ્રુઆરીમાં 12 લગ્ન મુહૂર્તો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *