સત્તાધારી એમએનએફને 10 બેઠક, ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી

આઈઝોલ
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ઝેડપીએમે ક્લીન સ્વિપ કરતા 40માંથી 27 બેઠક મેળવી લીધી છે જ્યારે એમએનએફને 10 કોંગ્રેસને 1 અને ભાજપને એક બેઠક મળી છે. રાજ્યના મુખ્યપ્રધાન સહિત અનેક નેતા આ ચૂંટમીમાં હારી ગયા હતા. રાજ્યમાં આજે વહેલી સવારે 8 વાગ્યાથી મત ગણતરી માટે રાજ્યભરના 13 કેન્દ્રો પર મહિલાઓ સહિત 4,000 થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મત ગણતરી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને મિઝોરમ સશસ્ત્ર પોલીસની ટુકડીઓ તૈનાત હતી.
મતગણતરીના શરૂઆતના વલણથી જ ઝેડપીએમ ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું હતું. ઝેડપીએમને 27 બેઠકો મળી છે. એમએનએફને માત્ર 10 સીટો પર વિજય મળ્યો છે. કોંગ્રેસને એક બેઠકો મળી છે. ભાજપને બે બેઠક પ્રાપ્ત થી શકી છે. અન્ય કોઇ પક્ષને કોઇ લીડ મળી નથી.
જો આ જ વલણ ચાલુ રહેશે તો ઝેડપીએમ મિઝોરમમાં ક્લીન સ્વીપ કરી શકે છે.
મિઝોરમના મુખ્ય પ્રધાન અને એમએનએફના નેતા જોરામથાંગા લાલથાનસાંગાથીનો પરાજય થયો છે. ઝેડપીએમના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર લાલદુહોમા સેરછિપથી વિજયી બન્યા છે.
દરમિયાન તુઇચાંગ બેઠક પરથી ઝેડપીએમના ઉમેદવાર 871 મતોથી જીત્યા છે.