દેશમાં રોજ સરેરાશ 78, કલાકમાં ત્રણ હત્યા થાય છે

Spread the love

વર્ષ 2022માં મહિલાઓ સામે કુલ 4,45,256 ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં 2021ની સરખામણીએ ચાર ટકાનો વધારો થયો


નવી દિલ્હી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ તાજેતરમાં ચોંકાવનારો રિપોર્ટ જારી કર્યો છે. વર્ષ 2022માં દેશમાં કુલ 28,552 હત્યાના ગુના નોંધ્યા હતા. રોજની 78 હત્યા અથવા દર કલાકે ત્રણ હત્યા થાય છે. 2019માં 29,272 હત્યાના ગુના નોંધવામાં આવ્યા હતા એટ્લે 2021ની તુલનામાં 2.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ 2022માં મહિલાઓ સામે કુલ 4,45,256 ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં 2021ની સરખામણીએ ચાર ટકાનો વધારો થયો છે. 2022માં થયેલી કુલ હત્યામાં કુલ 28,522 એફઆઆઈઆર નોંધવામાં આવ્યા હતા, જેમાં રોજના સરેરાશ 78 હત્યા એટલે દર ત્રણ કલાકે ત્રણથી વધુ લોકોની હત્યા થઈ હતી, જે 2021માં 29,272 અને 2020માં 29,193 હત્યા થઈ હતી.
રિપોર્ટના આંકડા મુજબ 2022માં મામુલી કારણો અને વિવાદને લઈને 9,962 હત્યા થઈ હતી તેમ જ 3,761 અંગત વેર અથવા દુશ્મનાવટ, 1,884 લાલચ અને ફાયદો ઉઠાવવા માટે હત્યા કરવામાં આવી હતી. દેશમાં દર એક લાખ લોકોએ હત્યાનો દર 2.1 ટકા રહ્યો હતો, જ્યારે આવા કિસ્સામાં ચાર્જશીટ દાખલ કરવાનો દર 81.5 હતો.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 3,491 એફઆઇઆર નોંધાઈ હતી, જે દેશમાં સૌથી વધારે હતી, ત્યાર બાદ બિહારમાં 2,930, મહારાષ્ટ્રમાં 2,295, મધ્ય પ્રદેશમાં 1,978 અને રાજસ્થાનમાં 1,834 હત્યા માટે એફઆઇઆર નોંધવામાં આવી હતી, જેમાં ટોચના પાંચ રાજ્યમાં હત્યાની 43.92 ટકા કેસ નોંધવામાં આવ્યા હતા.
એનસીબીઆરની રિપોર્ટ મુજબ નવ મામલા સાથે સિક્કિમ, 21 સાથે નાગાલેન્ડ, 31 સાથે મિઝોરમ, 44 સાથે ગોવા અને 47 સાથે મણિપુર આ પાંચ રાજ્યો સૌથી ઓછા હત્યાના ગુનાઓ નોંધવામાં આવેલા રાજ્યોની યાદીમાં સામેલ છે.
પાટનગર દિલ્હીમાં 509 ગુના નોંધવામાં આવ્યા હતા. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે જમ્મુ અને કાશ્મીરમાં 99, પુડુચેરીમાં 30, ચંદીગઢમાં 18, દાદરા, નગરહવેલી અને દીવ-દમણમાં 16, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર સાત, લદાખમાં પાંચ અને લક્ષદ્વીપમાં એક પણ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો નહોતો. સમગ્ર દેશમાં ઝારખંડમાં હત્યાનો દર સૌથી વધારે રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *