પીએન્ડજી આયર્ન ડેફિસિયન્સી એનિમિયા અંગે જાગરુકતા ફેલાવશે

Spread the love

આ અભિયાનમાં સમુદાયો માટે ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને આયર્ન ડેફિસિયન્સી અંગે જાગરુકતા કાર્યક્રમ, સ્ક્રિનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક શિક્ષણના કાર્યક્રમો યોજાશે


અમદાવાદ
આયર્ન ડેફિસિયન્સી ડે નિમિત્તે પીએન્ડજી હેલ્થ દ્વારા આયર્ન ડેફિસિયન્સી એનિમિયા (આઈડીએ) નિવારણ, સારવાર અને સંભાળ અંગે જાગરુકતા ફેલાવવા માટે એઓજીએસ (મુંબઈ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી) તથા એમઓજીએસ (અમદાવાદ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી), ફેડરેશન ઓફ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટીસ ઓફ ઈન્ડિયા (એફઓજીએસઆઈ)ના સ્ટેટ ચેપ્ટરના સહયોગથી ’12 કા નારા’ અભિયાનના લોન્ચિંગની જાહેરાત કરાઈ હતી.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મિલિન્દ થટ્ટેએ જણાવ્યું હતું કે, આયર્ન ડેફિસિયન્સી એનિમિયા (આઈડીએ) એ ભારતીય મહિલાઓ અને બાળકોમાં સૌથી વધુ જોવા મળતી પોષણની ઉણપો પૈકીની એક છે, જે શારીરિક વૃદ્ધિ અને વિકાસ પર નકારાત્મક અસર પેદા કરે છે અને ભવિષ્યમાં નબળી સંતતિ તરફ દોરી જાય છે. પીએન્ડજી હેલ્થ લિવોજીન આયર્ન ડેફિસિયન્સી એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા માટે હેલ્થકેર ઓર્ગેનાઈઝેશન્સ સાથે મળીને વિવિધ પહેલ હાથ ધરે છે, જેમાં ચાલુ વર્ષે ભારતના ઉત્તર, પૂર્વ અને દક્ષિણના શહેરોમાં ‘ના ના એનિમિયા બસ યાત્રા’ના આયોજન સહિતનો સમાવેશ થાય છે.
એમઓજીએસ પ્રમુખ ડો.અનાહિતા ચૌહાણે ઉમેર્યું હતું કે, સમયસર નિદાન એ આયર્ન ડેફિસિયન્સી એનિમિયાની સારવાર માટે અત્યંત મહત્વની બાબત છે. સમતોલ આહાર, આવશ્યક્તા હોય ત્યારે યોગ્ય સપ્લિમેન્ટેશન અને નિયમિત આરોગ્ય તપાસ દ્વારા આયર્નના તંદુરસ્ત સ્તરને જાળવી રાખવાના મહત્ત્વને સમજવું હિતાવહ છે. 12 કા નારા પહેલ આ દિશામાં સક્રિય પ્રયાસ છે.
એઓજીએસના પ્રમુખ ડો.મુકેશ સાવલિયાએ જણાવ્યું હતું કે, 12 કા નારા અભિયાનથી મહિલાઓને આ સમસ્યાના વ્યાપ વિશે મૂલ્યવાન સમજ મળશે એટલું જ નહીં, પરંતુ તેમને સમયસર સારવાર લેવાની તક પણ મળશે.

Total Visiters :516 Total: 1501361

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *